________________ ( 12 ) સતી સુરસુંદરી. वातों च कौतुकवती विशदा च विद्या लोकोत्तरः परिमलश्च कुरंगनाभेः / तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण मेतत्रयं प्रसरति किमत्र चित्रम्. / / કેતુકવાળી વાત, ઉત્તમ પ્રકારની વિદ્યા, કસ્તુરીની અદ્ભુત સુવાસ એ ત્રણને ગમે તેટલી દાબી રાખીએ પણ તેલનું ટીપું જેમ પાણીમાં ફેલાઈ જાય તેમ તે જરૂર ફેલાઈ જવાની. - ધનદેવની ઉદારતા ને નિર્ભયતા ઘેર ઘેર ગવાવા લાગી; પણ એ જ કીર્તાિ ને ખ્યાતિ ધનદેવને માટે આફતરૂપ બની. દુર્જન ને ઈર્ષા કહેવા લાગ્યા કે " બાપના પૈસા ધનદેવ ઉડાવે એમાં એની પિતાની શી બહાદૂરી ? પરસેવાનાં ટીપાં પાડી પૈસે પેદા કર્યો હોય ને ખરચે તે એક જૂદી વાત.” - નિંદની આ પ્રકારની નિંદામાંથી પણ ધનદેવે ઉપદેશ ગ્રહણ કર્યો. તેણે પરદેશમાં જઈ પિતાના પરિશ્રમથી પૈસે પેદા કરવાને નિશ્ચય કર્યો. પિતાની સંપત્તિને ઉપભોગ કરવાથી પિતાની શકિત પડાપડી કટાઈ જાય છે એમ તેને લાગ્યું. અનુકૂલ સમય જોઈ તેણે માત-પિતા પાસે પોતાને એ નિશ્ચય પ્રકટ કર્યો. માબાપે તેને ઘણું ઘણું સમજાવ્યું. તેમણે કહ્યું: “આપણુ પાસે પુષ્કળ સંપત્તિ છે, તેને ઘેર બેઠા ઉપયોગ કર.” - ધનદેવે જવાબ આપે –“પુત્ર છેક ન્હાને હોય ત્યારે તે માતાને ધાવે એ સ્વાભાવિક છે, માતાના સ્તનને સ્પર્શ કરવાને તેને અધિકાર છે, પણ જે હોટે થયા પછી એ તરફ નજર રાખે અને તેને ઉપલેગ કરવા લલચાય તે તેના જેવો કુકમ બીજે કઈ ન ગણાય. પિતાએ ઉપાજેલી સંપત્તિ પણ પુત્રને માટે માતાના સ્તન જેવી જ ગણાય. હું હવે બાળક મટી યુવાન બન્યો છું. મારે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust