________________ (174) સતી સુરસુંદરી. મને છેતરવા માટે જ આ કપટી પુરૂષે બે દેખાવ કર્યો હતે પરતુ હવે મારે શું કરવું? હું અહીં એના પંજામાં બરાબર સપડાઈ ગઈ હતી. મારો બચાવ કરે એવું કોઈ આતજન તે હું વખતે ત્યાં ન હતું. ભયથી હું ધ્રુજી રહી. અશ્રુઓથી મારા ગાલ ભીંજાઈ ગયાં. મારી આવી સ્થિતિ જોઈને પુરૂષ બોલ્યાઃ " શું તું મને ભૂત-પિશાચ માને છે ? તારે ડરવા જેવું કંઈ જ નથી. પહેલાં તું મારે ઈતિહાસ સાંભળ - - વૈતાદ્યપર્વતમાં ગંગાવત નામનું એક પ્રસિદ્ધ નગર છે. ગંધવાહન રાજા એ નગરનો સ્વામી છે. નવાહન, મકરકેતુ અને મેઘનાદ એ પ્રમાણે મહારાજા ગંધવાહનને ત્રણ પુત્ર છે. . નવાહન વિદ્યાસિદ્ધ છે, પણ યૌવનના ઉન્માદને લીધે તે આડે માગે દેરાઈ ગયે. કનકમાળા નામની કન્યાને પરણવા જતાં એક માટે અકસ્માત થયે–એટલે કે બરાબર વિવાહના વખતે જ ચિત્રવેગ નામને વિદ્યાધર કનકમાળાને ઉપાડી ગયો. નાવાહને ઝંખવાણે પડ્યો. તેણે વૈર લેવાની બુદ્ધિએ ચિત્રવેગ તરફ ધસારે કર્યો અને ચિત્રવેગને નાગપાશથી બાંધી, કનકમાળાને લઈ પોતાના નગરમાં પાછો ફર્યો. એક તો એને યૌવનને મદ હતે જ, તેમાં વિદ્યાને મદ મળ્યો એટલે એને પિતાના કર્તવ્ય કે અકર્તવ્યનું પણ ભાન ન રહ્યું. એણે ઉપરાઉપરી એવી ભૂલ કરી કે જેથી તેની બધી વિદ્યાઓ વિચ્છિન્ન થઈ ગઈ. / બીજી તરફ ચિત્રવેગના ભાગ્યબળે જોર કર્યું. પૂર્વના પુણ્ય કૈઈ એક દેવતાએ એને કેટલીક વિદ્યાઓ આપી. ચિત્રવેગ વિદ્યાધરોને ચક્રવત્ત બન્યા. નવાહનને પોતાના દુ:સાહસ બદલ પશ્ચાત્તાપ થાય એ સ્વાભાવિક છે. એણે જ્યારે જોયું કે ચિત્રવેગના ચરણમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust