________________ ( 168) સતી સુરસુંદરી હે નરેંદ્ર ! અમે તે આપના સુખને અર્થે જ દેશ-પરદેશમાં ફરીએ છીએ. જ્યાં જ્યાં સંદર્ય મળે ત્યાં ત્યાંથી કાગળ ઉપર સંઘરી આપની પાસે રજુ કરવું એ અમારૂં કર્તવ્ય છે. આ ચિત્રપટમાંની સુરસુંદરી સૃષ્ટિ ઉપરનું અદ્દભુત સૌંદર્યરત્ન છે. ચિત્રમાં તે કેટલું ચીતરી શકાય ? એના અંગનું લાવણ્ય અને પ્રભા તે ખરેખાત દેવદુર્લભ મનાય છે. આપના જેવા પરાક્રમી રાજાને એ જ ચગ્ય છે. કોઈ કાગડે આવીને આ હંસલીને હરી ન જાય એ અમારે અને આપને પણ જવાનું રહે છે.” બુદ્ધિલાએ એ પ્રમાણે શત્રુંજયને ખૂબ ખૂબ ભભેચી. - ભ્રમિત થયેલા શત્રુંજયે પ્રશ્ન કર્યો. " પણ એ કન્યા છે ક્યાં?” એ કુશાગ્રપુરના નરવાહન રાજાની પુત્રી–સુરસુંદરી છે. જગતમાં ફરી વળે તે પણ એની બીજી જેડ ન મળે. પ્રજાપતિએ એને જ્યારે ઘડી હશે ત્યારે તે એ છેક અપંગ-વૃદ્ધ જે બની ગયે હશે. એમ ન હોત તો આવી સુંદર સ્ત્રીને તે પૃથ્વી ઉપર મોકલવાને બદલે પોતે જ પોતાના અંતઃપુરમાં રાખી મૂકત; છતાં વિધાતાએ પિતાની ઘડેલી પ્રતિમા ફરીવાર નીહાળી હશે ત્યારે તેને પોતાને પણ અભિમાન ઉપજ્યા વિના નહીં રહ્યું હોય. હજાર હજાર વરસને અંતે પણ આવું એક મનહર કન્યારત્ન સંસારમાં અવતરતું હશે કે કેમ ? એ એક શંકા છે એટલું જ નહીં પણ એ બાળાના જન્મ સમયે અતિ | જ્ઞાની પુરુષોએ જે ભવિષ્ય ઉચ્ચાયું હતું તે આપને કહી દઉ “આ બાળા જે પુરૂષને વરશે તે અર્ધ ભરતક્ષેત્રને સ્વામી થશે.” એમ તેઓ કહી ચૂકયા છે. આ બધું જોતાં આપ જ અધ ભરતક્ષેત્રના વિધાતા બનવાને ગ્ય છે-આપ જ સુરસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust