________________ - એકાદશ પરિચ્છેદ. પડે છે પુરી જાય છે. રોગી અને પાછું પડે ન હોય તે લાય તે જ કાઇ ભાવ એટલામાં ( 151 ) , એવી શકિત મને પ્રાપ્ત થઈ. મારાં મા-બાપ અને બીજાં પરિજને પણ મારી પ્રગતિ જોઈ પ્રસન્ન થતાં.” સુરસુંદરીએ મા-બાપની મુશ્કેલી વર્ણવતાં કહ્યું “પુત્રી વનવયમાં આવતાં માતા-પિતાની મુશકેલી કેટલી બધી વધી - પડે છે ? પુત્રીને એગ્ય ભર્તા શોધવામાં તેઓ પિતાની ભૂખ અને ઉંઘને પણ ભૂલી જાય છે. ભર્તા ગુણવાન હોય પણ જે તેજ સ્વી ન હોય તે કોડું થાય. તેજસ્વી અને ગુણવાન હોય, પરંતુ ભાગ્યશાળી ન હોય તે મા–બાપનું મન પાછું પર્વ જાય. દરેક ગુણથી સંપન્ન ભત્ત તે કેઈ ભાગ્યવતી કન્યાને જ મળે. મારા માતાપિતા એ જ ચિંતામાં બેઠાં હતાં એટલામાં એક નૈમિત્તિક આવી ચડ્યો. એનું નામ સુમતિ હતું. મારા :- પિતાએ પૂછયું: " ભદ્ર! મારી આવી ભણેલી-ગણેલી કન્યાને ભર્તા કોણ થશે ?" નિમિત્તિકે જવાબમાં કહ્યું કે “હે નરેંદ્ર તમે એ વિષચમાં બિલકુલ ચિંતા કરશે મા. વિદ્યાધરને ચક્રવર્તી રાજા આ કન્યાનો ભત્ત થશે. એના સમસ્ત અંતઃપુરમાં તમારી કન્યા જ પટ્ટરાણું બનશે; એટલું જ નહીં પણ પતિને પૂરેપૂરે પ્રેમ એ જીતી લેશે.” મારા માતાપિતાને નૈમિત્તિકની આ ભવિષ્યવાણી સાંભળી ઘણે આનંદ થયો. તેમણે તેને ખૂબ દ્રવ્યથી સંતોષીરાજી કરી રવાના કર્યો. એ પછી મારા દિવસે ખૂબ આનંદ અને વિનોદમાં પસાર થતા ચાલ્યા. એક વાર મારી સખીઓ સાથે હું ઉદ્યાનમાં ગઈ હતી. ત્યાં આગળ એક અપૂર્વ દેખાવ મારી નજરે પડ્યો. - એક વિદ્યાધર-કન્યા, એકાગ્રમને એક મંત્રનો જાપ કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust