________________ - સતી સુરસુંદરી. ( 150 ) તમે ખરેખર કેણ છે અને આટલાબધા ઉદાસ કેમ રહી છે તે હજી અમારાથી સમજાતું નથી. તમને હરકત ન હાતે તમારા જીવનને થડે ઈતિહાસ સંભળાવશો ? " - હંસિકા પાસે કોઈ વાત છપાવવી એ વૈદ્યની પાસ પેટ છુપાવવા જેવું સુરસુંદરીને લાગ્યું. વાણી ઉપર અન્ય સુધી જે બંધનો મૂકી રાખ્યાં હતાં તે ટુટી પડ્યાં. સુરસુંદરીએ કહેવા માંડયું-“ મારું વૃતાંત એવું છે કે કોઈ તટસ્થ શ્રોતાઈ ચિત્ત પણ કરૂણુદ્ધ થયા વિના ન રહે. હું કોઈને દુઃખી કરવા નથી માગતી તેથી જ મેં આજસુધીમાં મારો વૃતાંત કૈાઈને નથી કહ્યો, પરંતુ આજે તું આગ્રહ કરે છે તે પછી મને કહેવામાં કોઈ જાતને વાંધો નથી. >> પ્રસ્તાવનારૂપ આટલી વાત કર્યા પછી સુરસુંદરીએ કુશાગ્રપુરને પરિચય આખ્યો. " જેની અંદર હોટા દ્ધાઓ, લક્ષ્મીશાળી અને વૈભવી પુરૂષ વસે છે એવું કુશાગ્રપુર નામનું એક નગર છે ત્યાં નરવાહન નામે રાજા રાજ્ય કરે છે. નરવાહન રાજા અને કુંજરાવર્તના ભાનવેગ વિદ્યાધર એ બન્ને મિત્રો હોવાથી ભાનુવેગે પોતાની રતનવતી નામની બહેનના નરવાહન સાથે લગ્ન કર્યા. હું સુરસુંદરી એમની પુત્રી છું. મારા જન્મ સમયે મારા માતપિતાએ ખૂબ માટે ઉત્સવ કર્યો. હું જેમ જેમ વયમાં વધતી ગઈ તેમ તેમ અભ્યાસ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ થવા લાગી. વૃત, નાટ્ય, ગીત, પત્રછેદ, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્ર જેવા અનેક વિષયે મને ભણાવવામાં આવ્યા. ગુરૂની પણ મારી ઉપર સારી મમતા હતી, તેથી મેં થોડા જ વખતમાં બધી વિદ્યાઓ સંપાદન કરી. શ્લોકનું એક પદ સાંભળતાં જ બીજા પર પૂરાં કરી શકું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust