________________ એકાદશ પરિચ્છેદ. ( 145 ) “ખરેખર દેવી, તમારા ઉપર દુઃખના ડુંગર એક સામટા પડ્યા છે એમ કહું તે પણ કંઈ ખોટું નથી, પણ આપણે પૂર્વભવમાં પુણ્ય કર્યો હશે તેથી તેનું સુફળ ભોગવવા આપણે ફરી ભાગ્યશાળી થયાં. " એ શબ્દોમાં અમરકેતુએ પિતાની સહાનુભૂતિ અને ઉલ્લાસ પ્રકટ કર્યા. મહારાજા અમરકેત પિતાની ખોવાયેલી રાણી સાથે હસ્તિનાપુરમાં પધારે છે એવા સમાચાર નાગરિકોમાં ફેલાતાં સારું 2 હસ્તિનાપુર ઉત્સવને હિડાળે ચઢયું. શેરીઓમાં અને બજા૨માં ધજા-પતાકાઓ બંધાઈ. વાજીત્રાના ગગનભેદી અવાજ સામે આકાશે પણ એના પડછંદ ઝીલ્યા. વાચકોને દાન આપતાં અમરકેતુ અને કમલાવતી પોતાના મહેલમાં પહોંચ્યા. : એ વાતને કેટલાય વર્ષો થઈ ગયા. મહારાજા અમરકેતુ એક દિવસે સભામાં બેઠા હતા. વિવિધ પ્રકારની વાત ચાલતી હતી એટલામાં દ્વારપાળની સાથે સમતભદ્ર નામને એક સેવક હાજર થયા. સુમતિ નૈમિત્તિકની પ્રેરણાથી મહારાજ અમરકેતુએ, કુસુમાકર ઉદ્યાનમાં એ સમંતભદ્રની નિમણૂક કરી હતી. નૈમિત્તિકે કહ્યું હતું કે: " હે મહારાજ, આકાશમાંથી એક કન્યા ઉદ્યા નમાં પડશે. ત્યારપછી થોડા જ વખતમાં તમારા ખોવાયેલા - પુત્ર સાથે તમારો સમાગમ થશે.” એ કન્યાની શોધ અર્થે અમરકેતુએ કુસુમાકર ઉદ્યાનમાં સમતભદ્રને નીમ્યા હતા. સમંતભદ્ર બે હાથ જો વિનયપૂર્વક કહેવા લાગ્યા " મહારાજ, નૈમિત્તિકના કહેવા પ્રમાણે રોજ ત્રણ-ત્રણ વાર આખું ઉદ્યાન ફરી વળતો પણ આશાને બદલે રોજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust