________________ દશમ પરિચ્છેદ. ( 131 ) દિવ્યમણિવાળી વીંટી મેં મારી આંગળીએથી કાઢી બાળકના કંઠમાં બાંધી દીધી. અને આ દિવ્યમણિના પ્રતાપે હે વનવાસી દેવ-દેવીઓ ! મારા પુત્રને વાંકો વાળ પણ ન થાય. એવી પ્રાર્થના કરી. અરેરે ! હસ્તિનાપુરમાં જે આ બાળકને જન્મ થયો હોત તા સમસ્ત નગરમાં કેટલે આનંદ-ઉત્સવ થાત? હું જ એવી હીણભાગી છું કે મને એ સુગ ન મળે. જે પુત્ર એક રાજાના મહેલમાં જન્મ જોઈએ તે એક ઘેર–બીહામણ જ ગલમાં જ . આવા આવા વિચારો અને કલ્પાંત કરતી હેતી એટલામાં જ મારી આંખે મળી ગઈ. અતિશય સંતાપ, મનદુખ અને શ્રમને લીધે તંદ્રામાં મારી આંખો ઘેરાતી હોય એમ લાગ્યું, પણ એ સુખ લાંબો વખત ન કર્યું. - “હે પાપીષ્ટ ! હવે તું કયાં જવાની હતી ? તારી પાછળ ખ૩-૨ઝળીને હું કેટલે ખવાર થઈ ગયે છું ? બસ, હવે તો એ બધાનો પૂરેપૂરો બદલે લઈશ ત્યારે જ મને નિરાંત થશે. એવી મતલબના શબ્દો મારા કાન સાથે અથડાયા અને આવાં નિષ્કુર વચન બોલનાર કોણ હશે ? એ જોવા મેં મારી આંખો ઉઘાત. જોતાં જ મારા કાળજામાં જાણે ખંજર ભેંકાયું ! મારો પુત્ર પણ મારા જ ખોળામાંથી ઝુંટવી લેવા. મને કઈ બુદ્ધિબ્રમ જેવું તે નહીં થયું હોય ને એમ મનને મનાવી રહી ર પૂરેપૂરી સાવધાનીપૂર્વક તપાસ કરવા છતાં પુત્રને પત્તે ન લાગ્યા. એ જ વખતે હું મૂછ ખાઈ પૃથ્વી ઉપર પી ગઈ. ' * 06. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust