________________ ( 130 ) સતી સુરસુંદરી. વસ્થામાં ભીલ લોકોએ અમારી ઉપર અચાનક હુમલો કર્યો અમારા માટે નાસવા સિવાય બીજો કોઈ મા ન રહો. . - હું ભયભીત બની સંઘમાંથી છૂટી પી એક દિશા તરફ દ. એ દિશામાં ગહન વનની ભયંકરતા અધિકાધિક રીક રૂપ ધરતી હોય એમ લાગ્યું. એક તો હું એકલી અને વળી સ્ત્રી જાતિ. મેં પાછા વળવાને વિચાર કર્યો, પરંતુ રસ્તા ન સૂઝ. . જેમ જેમ આગળ ચાલવા લાગી તેમ તેમ બધા માગ બંધ થઈ જતા લાગ્યા. ઠેકઠેકાણે હિંસક પ્રાણીઓનાં ટાળી ઉભરાઈ રહ્યાં હતાં. કઠણ છાતીવાળો પુરૂષ પણ આવું દશ્ય જોઈ ગભરાઈ ઉઠે તો પછી મારા જેવી એક લાચાર-મળ : સ્ત્રીનું પૂછવું જ શું ? કંઠમાં શોષ પડવા લાગ્યા, પરતું પાણી કયાંથી મેળવવું એ એક ભારે ચિંતા થઈ પી. ભાગ્યચંગે એક સારવાર મારી નજરે પડયું. મહામુશીબત સરોવરને કાંઠે જઈ પાણી પીધું અને એક ઝાડની ઓથે બેઠી. સૂર્ય પણ અસ્તાચલે ઉતર્યો. રાત્રીના અંધકાર ઉતરતાં ભય કર પ્રાણીઓએ ગજારવ શરૂ કરી દીધો. ભયને લીધે મારું હૃદય ચીરાઈ જવા લાગ્યું. લગભગ અરધી રાતે મારા પેટમાં પીડા ઉપડી. ત્યાં ને ત્યાં જ ભૂમિ ઉપર હું આળોટવા લાગી. પેટની પીડા વધતી જોઈ મને ટુંક સમયમાં જ પ્રસવ થવું જોઈએ એવી ખાત્રી થઈ. અને ખરેખર જ જ્યારે પ્રસવ-વેદનાની મૂછમાંથી હું જાગી ત્યારે એક બાળક મારી પડખે જ આળોટતું મેં જોયુ. વનની મૃગલી જેમ મૃગશિશુને જન્મ આપે તેમ મેં પણ એક બાળકને જન્મ આપે. બાળકને ખેાળામાં લઈ, સરોવર આરે હરાવીને એક ઝાવમાં જઈને બેસી ગઈ. જાગી છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust