________________ દશમ પરિચ્છેદ ( 119 ) અને રાજાના ખેાળામાં કમલાવતી દેવી બેઠાં. હાથી મદભરી ગતિએ ચાલે છે અને પાછળ સેંકડે સ્તુતિપાઠકે રાજા-રાણને અભિનંદતા આગળ વધે છે. અસંખ્ય વાજીત્રાના એકધારા નાદથી ગગન ગાજી ઉઠયું. નટ–નટીઓ સંગીત ગાતાં અને પોતપોતાના મૃત્ય-અભિનય બતાવતાં હજારે પ્રેક્ષકોને આકર્ષ રહ્યાં. મહારાણું કમલાવતી મુત હસ્તે અથી જનેને અનર્ગલ દાન આપે છે. એના મુખ ઉપર આજે આનંદનો એક મહાસાગર ઉછળે છે. મોટા રાજમાર્ગો ઉપર થઈને સ્વારી પસાર થવા લાગી. આમ જ્યારે સમસ્ત શહેર આનંદ-ઉલ્લાસમાં ગળા સુધી બુડયું હતું તે વખતે આનંદને નિરાનંદમાં પ્રકટાવતી એક કારમી ચીસ સંભળાઈઃ “પટ્ટહસ્તી ગાંડો થયો છે. બચાવે ! મહારાણીને બચાવો !" એ વખતે સ્વારી નગરની હાર પહોંચી હતી. કોણ જાણે શું બન્યું, પણ નગરહાર જતાં જ પટ્ટહસ્તી વિફર્યો. નિરકુશ બનીને ઈશાન દિશા તરફ ધસ્ય. દેડે! દેડે, ભાગે ! ભાગો, અને બચાવે, બચાવની ચીસથી એકદમ આખું વાતાવરણ બદલાઈ ગયું. . વફાદાર નોકરો હાથીની પાછળ પડ્યા. રાજાએ પોતે પણ યથાશક્તિ ઘણું ઘણું પ્રયત્ન કર્યો, પણ એકાએક ઉન્મત્ત બનેલા પટ્ટહસ્તીએ કાઈની પરવા ન કરી. એ તો જાણે કે પાછળ વિકરાળ સિંહ પડ્યો હોય તેમ પ્રાણની દરકાર રાખ્યા વિના એકીશ્વાસે દે રહ્યા. પિતાની પીઠ ઉપર રાજા-રાણું જેવા બે ઉત્તમ રત્ન બિરાજ્યા છે એનું પણ તેને કંઈ ભાન ન રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust