________________ ILLI દશમ પરિચ્છેદ ( 117 ) રાખે હોય તે એમાં એવી અચિંત્ય શક્તિ ભરી છે કે આ પત્તિઓ અને વૈરીઓ બહુ દુઃખ આપી શકે નહીં. મેં અનેક સ્થળે એને જીવંત પ્રતાપ જ છે. દેવીના હાથમાં હંમેશા એ મણિ રહે એવી ગોઠવણ કરે એટલે પૂર્વને વૈરી દેવ વધુ કંઈ અપકાર કરી શકશે નહીં.” * દુષ્ટ સ્વપ્નની નિવૃત્તિને માટે રાજાએ સર્વ જિનાલમાં મહોત્સવ રચાવ્યાં, મુનિઓને વસ્ત્ર વહરાવ્યાં, સંઘની પૂજા કરી અને પ્રાણીઓને અભયદાન આપ્યાં તે ઉપરાંત બીજા કેટલાક અભિગ્રહ ધારણ કરી તપશ્ચર્યામાં મન પરોવ્યું. ધનદેવે જ મહારાજાને કહ્યું હતું કે “સેંકડે પ્રકારનાં કષ્ટ માણસને માથે વાદળની જેમ ભલે ઘેરાઈ વળે, અનેક પ્રકારનાં - કલેશ અને રોગ પણ ભલે ગભરાવે, ઘડીભર એમ લાગે કે આ દુનિયામાં આપણે કેવળ નિરાધાર અને અશરણ છીએ; પરંતુ શમશાનાં નિત્યમે હિ ધર્મ: ધર્મ જે સહાયક, આપત્તિમાંથી ઉગારનાર બીજો કોઈ મિત્ર નથી. * ધનદેવના ઉપદેશ મહારાજાના અંતરમાં ઉડે ઉતરી ગયે. - ધનદેવ ઘેર ગયે એટલે રાજાએ પિલી દિવ્યમણિવાળી વીંટી કમલાવતીને પહેરાવી અને કહ્યું કે–“તમારે એક ક્ષણને માટે પણ આ વીંટી અળગી ન કરવી. એમાંના દિવ્યમણિના _* પ્રભાવે કઈ દેવ-દાનવ તમારે પરાજય કરી શકશે નહીં.” સ્વપ્નને પ્રભાવ ફેઃ રાણું કમલાવતી સગર્ભા થઈ. રાણીને જે વખતે જે ઈચ્છા થાય તે પૂરવા માટે દાસ-દાસીએ અહેનિશ પ્રયત્ન કરી રહ્યાં. અનુક્રમે છ મહિના સુખશાંતિમાં નીકળી ગયા. . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust