________________ નવમ પરિચ્છેદ. " ( 9 ). એટલામાં ધનદેવ ત્યાં આવ્યું. શ્રીદતે મૂળથી માંડ બધી વાત કહી સંભળાવી. વાત કહેતાં કહેતાં બહેન તરફના મમત્વને લીધે તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. - “એમ નાહિમ્મત થવાની જરૂર નથી. ચાલે, હું પણ મારો ઉપાય અજમાવી જોઉં.” ધનદેવે આશ્વાસન આપ્યું અને બને મિત્ર શ્રીકાંતા મૂચ્છવસ્થામાં પદ્ધ હતી ત્યાં પહોંચ્યા. સુપ્રતિષ્ઠ રાજકુમારે જે દિવ્ય મણિ ધનદેવને આપે હતે તે મણિનું જળ ધનદેવે શ્રીકાંતાના અંગ ઉપર છાંટયું. પ્રભાવશાલી પાણીને સ્પર્શ થતાં જ શ્રીકાંતા જાણે ગાઢ નિદ્રામાંથી જાગતી હોય તેમ પથારીમાંથી ઉઠીને બેઠી થઈ ગઈ. શુકલધ્યાનના પ્રભાવે, મોહનીય કર્મ નાશ પામે તેમ દિવ્યમણિના પ્રભાવથી શ્રીકાંતાનું કાતીલ ઝેર ઉતરી ગયું. સાગરશ્રેણીના સમસ્ત પરિવારમાં આનંદદલાસના તરંગ વહી નીકળ્યાં. નૈમિત્તિકનું કથન અક્ષરશઃ સત્ય નીવડયું. સાગરશ્રેષ્ઠીએ મેટા સમારોહપૂર્વક પોતાની પુત્રીના લગ્ન ધનદેવ સાથે કરી દીધા. તે પછી ધનદેવના દિવસે પાણીના પ્રવાહની જેમ આનંદપ્રાદમાં વ્યતીત થતા ચાલ્યા. ધનદેવ અને શ્રીકાંતા વચ્ચેને પ્રેમસંબંધ રોજ રોજ પરિપાક પામતે ચાલ્યો. પિતે પરદેશમાં છે અને વ્યાપાર અર્થે જ અહીં વસે છે એ વાતનું પણ તેને સ્મરણ ન રહ્યું. તેની સાથેના માણસે જ્યારે દેશમાં જવાની ઉતાવળ કરવા લાગ્યા ત્યારે ધનદેવે સ્વદેશમાં જવાની તૈયારી કરવા માં. 1. સાગરશ્રેણીએ પિતાના જમાઈ અને પુત્રીને પુષ્કળ દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust