________________ (4) સતી સુરસુંદરીહતી. તેણે દૂરથી જ મહારાજાના મુખ સામે નિહાળ્યું. થોડા દિવસ ઉપર મહારાજા સુગ્રીવ અને કીર્તિવર્ધનની રાજ સભામ નીહાળેલું દ્રશ્ય તેને યાદ આવ્યું. ત્યાંથી તે નિરાશ બની સીધે અહીં આવ્યો હતો. એ નિરાશાની છાપ હજી ભૂંસાઈ ન હતી દેવ ! આપને ચિત્રકલા પ્રિય છે એમ સાંભળી હું માર ચિત્ર આપને બતાવવા અહીં આવ્યો છું.” ચિત્રકારે મહારાજા અમરકેતુને ઉદ્દેશીને કહ્યું. મહારાજાની આજ્ઞા મળતાં ચિત્રકારે એક ચિત્રપટ ખેલ રાજાના હાથમાં ધયું. ચિત્ર જોતાં જ મહારાજા અમરકેતુન અંગેઅંગમાં વિજળીની આછી ઝણઝણાટી વહી ગઈ. રંગની જમાવટ અને રેખાઓની સપ્રમાણતા જોઈ તેને ચિત્રકારની કુશળતા માટે અનહદ માન ઉપજયું. આવી સુંદરી સ્ત્રી મા કળાકારની કલ્પનામાં જ સંભવે એમ માનવા તે લલચાયે અશક્ય વસ્તુને નીરખવી અને તે મેળવવાની આશા રાખવ તેના કરતાં દ્રષ્ટિના વ્યાપારને સંકેલી લે એ વધુ ઠીક છે એમ માની મહારાજાએ ચિત્રપટ ચિત્રકારને પાછું સોંપવા પિતાને હાથ લંબા. - ચતુર ચિત્રકાર એ વાત એક પળમાં સમજી ગયો. તે બોલ્યાઃ “એ ચિત્ર માત્ર કલ્પનાને જ વૈભવ નથી. સાક્ષાત સશરીરે આ પૃથ્વી ઉપર હૈયાત છે.” કરમાતા છોડને પાણી મળે તેમ મહારાજાની આતૂરતા છે શબ્દો સાંભળી વધુ સતેજ બની. ફરીવાર તેણે ચિત્ર નીહાળ્યું અને જાણે પૂર્વના સંસ્મરણો ઉપરના પડદા ધીમે ધીમે સરી પડતા હોય તેમ એક જૂદી જ સૃષ્ટિમાં વિહરી રહ્યો. ચિત્ર હાથમ રહી ગયું. આંખ મીંચાઈ ગઈ. શરીરનું પણ ભાન ન રહ્યું લલચાય સંકેલી નાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust