________________ વિરધવલની ચિંતા તેના પર પ્રવાસીને વિશ્વાસ બેઠો. તે બોલ્યા “શ્રેષ્ઠિવર્ય! મારે શત્રુંજયની યાત્રા કરવા જવું છે - મારી પાસે એક સિદ્ધ રસો ઘડે છે, તે ચેડા દિવસ તમારે ત્યાં રાખે. હું યાત્રા કરી પાછા વળીને તે લઈ જઈશ.” અને પોતાની પાસેને ઘડે લેભાનંદિના હાથમાં મુકો. લેભાનંદિએ કબાટમાં તે મુક્તાં કહ્યું “શેઠીયા ! તમે નિશ્ચિત યાત્રા કરી આવો. તો આવશે એટલે તમારી થાપણ યથાવત્ તમને મળી જશે.” અને બીજી મીઠી વાણીથી તેનું મનરંજન કરી તેને વિદાય આપી. પ્રવાસી સંતેષ પામી શત્રુંજયની યાત્રાએ ઉપડે. થોડા દિવસ બાદ તે યાત્રા કરી પાછો ફર્યો, અને લેભાનંદિની દુકાને આવી તેની પાસે પિતાને ઘડે પાછો માં . કપટ કળામાં ચતુર તે લેભાનદિ અન્ય ઘડાના ઠીકરા બતાવી બોલ્યા “અરે શેઠીયા! આ શું બોલ્યા ? તમારે ઘડે કા હતો. મૂકતાં વેંત જ નંદવાઈ ગયે. આ રહ્યા એના ઠીકરા! જોઈએ તે એ લઈ જાવ–કાચા ઘડામાં તે તે રસ ટકો હશે ભલા !" યુવાન પ્રવાસી સમજી ગયો. આ શેઠ કપટથી જુઠું બોલે છે. તે દુઃખથી બોલ્યો. “શેઠ! તમે ન્યાયવાન છે. મેં વિશ્રવાસ મુકે તેને ઘાત ન કરો. નહિ તો મહા અનર્થ થશે.” આમ અનેક પ્રકારે તે સમજાવટ કરવા લાગ્યા પણ લેભાનંદિ મોટેથી બોલવા લાગ્યો- આવા કપટી પ્રવાસી કયાંથી ચાલ્યા આવે છે!” નાખ્યા, P.P.Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust