SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધની બીજી સિદ્ધિ ગયે રાજ્યકારભાર થોડે ચાલે? રાજાએ પ્રધાનને રોકવા ઘણી વિનંતી કરી પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! તેણે. રાજાની વાત ગણકારી નહિ અને કરંડીયાનું ઢાંકણ હાથમાં પકડી ઉઘાડયું અને અંદર હાથ નાખી જ્યાં આમ્રફળ લેવા ગયે. ત્યાં રાજાને ખાઉ' પ્રધાનને એમ અવાજ કરતી એક અગ્નિજવાળા અંદરથી નીકળી અને એકદમ મટી થતી થતી. જીવાજી પ્રધાનના શરીરે લપટાઈ ગઈ. ક્ષણવારમાં જીવાજી પ્રધાન ભડથું થઈને નીચે તૂટી પડ્યો. એના મૃત્યુથી પણ અગ્નિજવાળા જવાળ શાંત ન થઈ અને વેગે વધતી ચાલી. અને મંડપને તે લાગી. મંડપ બળવા માંડ્યા. લેકો ભયભીતઃ થઈ નાસભાગ કરવા લાગ્યા. આ ભયંકર વાળા જોઈ રાજા. ભયથી વ્યાકુળ બની બેલી ઊઠયો, “અરે હવે આપણે વારે અને બૂમ પાડતો હતો. ત્યાં દૂર ઉભેલા પ્રજાજને તાલીઓ. પાડી હસવા લાગ્યા. ગધેડાને ડફણાં જ પ્રિય લાગે. સજાવટ નકામી જ હતી. ખરેખર સિદ્ધ હવે આ રાજાને મારી નાખે છે. સારૂં..“નફફટ, પાપી, અધમ એ જ લાગનો છે. એ સમયે. રાજાએ મોકલેલા રાજપુરુષોએ આવી મહાબલને કહ્યું, “હે. સિદ્ધ પુરુષ! રાજાને બચાવે. આપ તો દયાળુ છે, કરુણા-- સમુદ્ર છે!” મહાબલ તુરત રાજા પાસે આવ્યો. રાજાએ નમ્રતાથી કહ્યું “હે સિદ્ધપુરુષ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ શાંત કર.”ી :) મહાબલના હૃદયમાં દયાને સ્ત્રોત સદા વહેતે જ હતું. તેણે વિચાર્યું. આ વ્યંતરદેવના કેપથી સુકાની સાથે. લીલું પણ બળશે. બિચારા લેકેના જાનમાલની પણ હાની થશે. આમ વિચારી તેણે ડું પાણી મંગાવ્યું. અને તે અગ્નિ પર છાંટયું. મહાબલની ઇચ્છાને આધીને તે વ્યંતર: દેવે અગ્નિ શાંત કરી દીધો. - Dura /}"} P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy