________________ ઉપર સતી મલયસુંદરી છે આ બધું જોતી મલયસુંદરી પોતાના પ્રિયતમના અગાધ સામર્થ્યથી ઘેલી થઈ. આનંદના સરોવરમાં સ્નાન કરવા લાગી...........શક્તિશાળી પતિ જોઈ કઈ સ્ત્રીની છાતી ગજગજ મલયસુંદરીની છાતી ગજ ગજ ફૂલી રડી............ - મહાબલે તે કરંડીયાનું ઢાંકણ બંધ કર્યું ત્યારે સભામાં શાંતિ ફેલાઈ. પણ તે કરંડીયા પાસે નજીક જવાની કેઈની હિંમત ન ચાલી. જાણે સાપને કરડી હોય તેમ બધાંના મનમાં થયું–આ સિદ્ધ આને ઉપાડીને લઈ જાય તે સારૂં. મહાબલ તે કરંડીયા પાસે ગયો. તેણે ઢાંકણ ઉઘાડી તેમાંથી ચાર પાંચ આમ્રફળ બહાર કાઢયાં, અને તે રાજાને આપવા લાગે પણ રાજા એટલે ભય પામ્યું હતું કે જાણે અગ્નિનો સ્પર્શ ન હોય તેમ તે ફળ લેવા ના પાડતે દૂર હઠતે હતે. સિદ્ધપુરુષે કહ્યું-હવે આમાં ભય રહ્યો નથી. પ્રજાજનમાંથી બે માણસને બેલાવી તેના હાથમાં ફળ મી ખાત્રી કરાવી કે કંઈ નહિ થાય. ત્યારે રાજાએ તે ત્રીજા માણસ પાસેથી માંડ તે ફળ લીધાં. રાજાના હાથમાં રહેલી પાકાં મનહર આમ્રફળનાં ઉપર પડતાં પ્રભાતનાં બાલવિના કિરણે અને તેથી તે ફળનાં ચમકતાં રૂપ, જાણે કુમારની અપૂર્વ સિદ્ધિની પ્રશંસા કરી રહ્યાં હતાં. આ દરેકના હૈયામાં સિદ્ધ પુરુષના પ્રતિ બહુમાન અને અહોભાવને સાગર ઉછળવા લાગ્યા. અને મલયસુંદરી ! તે તે મુગ્ધહર્ષિત હૈયે પ્રિયતમની સિદ્ધિ નિહાળી પ્રશંસાનાં પુષ્પથી સ્વાગત કરી રહી. P.P. Ac. Gunratnasuri MuS.Gun Aaradhak Trust