________________ 15o સતી મલયસુંદરી હે વ્યંતર દેવ! જે કાર્ય કંદર્પ રાજા મને બતાવે તેમાં આપે મને મદદ કરી તે કાર્ય સિદ્ધ કરી આપે.” વ્યંતર બે “તે કંદ" રાજા તને મારવા ઈચ્છે છે. માટે જે તું સંમત થાય તે તેને બરાબર શિક્ષા આપું.” “દેવ! આપની મદદથી હું એનું કાર્ય કરીશ. છતાં થડે સમય રાહ જુઓ. તેની કુમતિ પલટાય નહિ તે જરૂર શિક્ષા કરજે.” તે વાત વ્યંતરદેવે કબુલ કરી, પછી વૃક્ષ પરથી પાકાં આમ્રફળ ભરીને મને કરંડીઓ આપીને તુરત તેણે આ શહેરના ઉદ્યાનમાં લાવીને મૂકી દીધે તે પણ ગુપ્ત પણે મારી સાથે જ આવેલ છે. અને મારા કાર્યની અંદર જે ઉચિત લાગશે તેમ કરશે.” - મલયસુંદરી હર્ષ પામી. બેલીઃ “પ્રિય, હવે જરૂર રાજા સમજશે. અને ટૂંક સમયમાં આપણું ચિર મિલન થશે.” મહાબલે કહ્યું, “લાગે છે એવું જ... હવે દુઃખનું વાદળ વિખરાઈ રહ્યું છે. આ બાજુ રાજા પાસે જે કરંડીયા યા હતાં તેમાંથી અકસ્માત શબ્દો નીકળવા લાગ્યા. “રાજાને ખાઉં કે પ્રધાનને ?" વારંવાર આ શબ્દો સાંભળી રાજા ભયભીત થઈ ગયા, વિચાર્યું, નકકી ! આ સિદ્ધપુરુષની જ શક્તિ બેલે છે. આ થામાં પણ એ શક્તિ જ એણે મૂકી છે. તેથી રાજા કરંડીયાથી ભય પામતે પાછા હઠવા લાગ્યા. ભયથી કંપતા રાજાને જોઈ હસતો પ્રધાન કરંડીયા સન્મુખ ચાલ્યો. બેલવા લાગ્યો છે અરે એ દુષ્ટ સિદ્ધિમાં શું શક્તિ છે ! એવા તો કંઇક તે આવે છે. એથી કંઈ ડરી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust