________________ સિદ્ધની બીજી સિદ્ધિ તેના ગંભીર શબ્દો, કાર્યનું સામર્થ્ય જોઈ સભાસદો પણ આશ્ચર્યના ઉદધિમાં ગરકાવ થઈ ગયા. લેકે મૌન હતા. રાજા પણ વ્યગ્ર હતે-તે સમયે મલયસુંદરીના આનંદને પાર ન હતો. મહાબલ રાજાને પૂછી તેની પાસે આવ્યા. મેઘ જેઈજેમ મયૂર નાચે તેમ તે પાસે આવેલા મહાબલને ભેટી જ પડી. ધીરેથી પૂછવા લાગી “નાથ! આવું દુષ્કર કાર્ય કેવી રીતે સિદ્ધ કર્યું ?" મહાબલે કહ્યું, “પ્રિય! વલ્લભા! પૂર્વ અગ્નિકુંડમાં જે ચગી પડીને મૃત્યુ પામેલે તે મારા પરિચયવાળો હતો. તે મૃત્યુ પામી વ્યંતરદેવ થયે હતે. તે આપણા સભાગ્યે આ જ વૃક્ષ પર હતો. છેવટનું મારું કથન તેણે સાંભળી લીધું અને હું તેને ઉત્તર સાધક થયેલ તેથી મને મિત્ર જાણી જે હું શિખર પરથી પડ્યો તે તેણે મને ઝીલી લીધે અને વૃક્ષ પાસે લાવી મને આશ્વાસન આપતાં બોલ્યું. “મિત્ર! કુમાર ! તું જરાય ભય ન પામ. તું ખરેખર પોપકાર રસિક છે. તેં ઉત્તર સાધક થઈ મને મદદ કરવા માટે નાગનું પણ રૂપ લેવાનું સ્વીકાર્યું હતું. મારા કમભાગ્યે જેકે વિદ્યા સિદ્ધ ન થઈ પણ ઉપકારને બદલે વાળવાને મને આજે અવસર મળે છે. માટે કરેલે ઉપકાર કદાપી નિરર્થક જ નથી.” અને આમ આ બન્નેએ વૃક્ષ પર મધુર વાર્તાલાપમાં રાત્રી પસાર કરી, પ્રભાતે તે બોલ્યા, “રાજકુમાર ! તું અમારો અતિથિ છે. અતિથિ સત્કાર એ પુણ્ય છે. માટે મારે લાયક કંઈક ઈષ્ટ કાર્ય બતાવ. જેથી ઉપકારને બદલે વાળી શકું.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust