________________ કુમારે કહ્યું ત્યાં જવા માટે મારી પાસે એક યુક્તિ છે, તે હું તને કહું છું, પણ તું કોઈને તે વાત કહીશ નહિ. હવેથી મને સ્ત્રી ઉપર વિશ્વાસ નથી આવતા કારણ કે સ્ત્રીમાં કોઈ ગંભીરતા દેતી નથી. કહ્યું છે કે, अवसेत्ववटे नीरं / चालिन्यां मूक्ष्मपिष्टकं // स्त्रीणां च हृदये वार्ता / न तिष्टंति कदाचन // 150 // અર્થા–તૂટેલા બંધવાળા અવડ કુવામાં પાણી રહી શકે, ને ચાળણીમાં ઝીણે લોટ પણ રહી શકે, પણ સ્ત્રીના હૃદયમાં કઈ વાત કદી પણ રહેતી નથી. (15). તેથી હું તને ખાસ ચેતાવું છું. - માળણે કહ્યું: અરે ભાઈ, તું વારંવાર આમ કેમ કહે છે? બધી સ્ત્રીઓ સરખી હોતી નથી માટે તું કઈ પણ ટકા રાખ્યા વિના કહે. ત્યારે કુમાર બોલ્યાઃ હે બહેન, સાંભળ. હું કોઈ પણ ઉપાયથી વાનર થઈ જઈશ. તું મને લઈને એક દિવસ કુંવરીની પાસે જજે. પછી કુંવરી મને વાનરરૂપમાં પોતાને માટે રમવા માગે ત્યારે તારે એકદમ મને આપી ન દેવે; મારાથી તું વિખૂટી પડી શકે તેમ નથી વગેરે વચનો દ્વારા તેની ઉત્સુક્તા વધારવી. જ્યારે તને માગ્યા મુજબ ધન તે આપે ત્યારે જ મને આપજે. આમ કરવાથી તેને પણ લાભ થશે. માળણ આ વાત સાથે સંમત થવાથી કુમાર માર્કેટ રૂપ છે. પછી તે વાનરને કેડી, ઘૂઘરી, વસ્ત્ર ઈત્યાદિથી P.P. Ac. Gunratisasius Back t o