________________ 81 અર્થા–બુદ્ધિશાળીએ નદી, સ્ત્રી, રાજા, નીચ પુરુષ, નાગણ, યોગી અને નખવાળાં પ્રાણીઓને વિશ્વાસ ન કરવો જોઈએ. (149) - પછી મનુષ્યને વાનર અને વાનરને મનુષ્ય બનાવે તેવાં બે મૂળિયાં લઈ પતે વાનરનું સ્વરૂપ ધારણ કરી કેટલાય દિવસ પછી કનકપુરમાં તે જ વાટિકામાં આવ્યો. ત્યાં આવ્યા પછી બીજું મૂળિયું સુંધીને તે મનુષ્ય સ્વરૂપ થયે, અને ચંપકના ઝાડ તળે સૂતે. * ડા વખત પછી માળણ ફૂલ વીણતી તે બાજૂએ આવી ને કુમારને જોઈ હર્ષ પામતાં બોલીઃ હે ભાઈ! તું આટલા દિવસ કયાં ગયે હતો? કયા કારણથી, ક્યા લાભથી ને કોને મળવા તું ગયો હતોઆ ઉપરથી કુમારે તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે પણ આશ્ચર્ય પામીને જવાબ આપ્યોઃ કનકવતી થોડા વખત પહેલાં અહીં જ આવી હતી. હું પણ હમેશાં તેની પાસે જઉં છું. - કુમારે કહ્યું: તે મને ઊંઘમાં મૂકીને મારી દિવ્ય વસ્તુઓ લઈને આવતી રહી છે ને મારો વિશ્વાસઘાત કર્યો છે. માટે તેને તેના વિશ્વાસઘાતનું ફળ મારે આપવું છે. તેને શાંત પડતાં માળણ બોલીઃ ભાઇ, અબળા ઉપર તે શો ક્રોધ કર? નાના જીવ (નાની કીડી) ઉપર કાંઈ કટક લઈ જવું શેભે? - કુમારે કહ્યું : પણ એક વાર તો તેની પાસે જવાની મારી ઈચ્છા છે. માળણે સૂચવ્યું. તેના મહેલની આજુ બાજુ સાત સો પહેરેગીરે છે તેથી વાવડી વિના ત્યાં જવું મુશ્કેલ છે. ' Maarag