________________ 51 અર્થાત–ચીવર (ચીર)માં શું શ્રેષ્ઠ છે; મરુદેશમાં શું દુર્લભ છે; પવનથી શું વિશેષ ચપલ છે, અને દિવસે કરેલું પાપ કેણ હરે છે? (5) કુંવરીએ જવાબ આપેઃ પડિક્કમણ. આમ સમસ્યાઓ, શકુનો, સ્વપ્નના અર્થો ને તિષ વિશે વાર્તાલાપ કરતાં તેઓ પિતાના દિવસો ગાળતાં હતાં. કહ્યું છે કે, कलाभ्यासैर्गुणोल्लास-रेनोनाशैः कथारसैः / / मिथोहासर्दिनानीह। यांति भाग्यवतां सदा // 16 // ' અર્થાત–ભાગ્યશાળીઓના દિવસો કલાના અભ્યાસમાં, ગુણોને વિકાસ કરવામાં, પાપનો નાશ કરવામાં, કથાના રસમાં, ને નિર્દોષ હાસ્યવિનોદમાં વ્યતીત થાય છે. (6) આ પ્રમાણે કરતાં કેટલાક સમય વ્યતીત થયો. કુંવરીના શરીરમાં ફેરફાર થયેલો જોઈને દાસીઓ ભયભીત થઈ અને પટરાણીને તે વાત જાહેર કરી. રાણીએ તે બાબત પૂછતાં તેઓએ તે વિશે પિતાનું સંપૂર્ણ અજ્ઞાન જણાવ્યું અને ઉમેર્યું: કુંવરીને યૌવનાન્વિત જોઈને અમે અનુમાન કરીએ છીએ કે કઈ વિદ્યાધર રાત્રે અદશ્ય રીતે કુંવરીની પાસે આવે છે. અમે અમારી ફરજ બજાવી છે ને આપને સર્વ વૃત્તાન્ત નિવેદિત કર્યું છે. હવે અમારે કાંઈ દોષ કાઢશો નહિ. આ વાત સાંભળીને રાણી બહુ ખિન્ન થઈ અને રાજાને તે સર્વ વાત જાહેર કરી. રાજા પણ વિસ્મય પામે ને તે. Unrathias Giul. Saradhak Trust