________________ 40 અર્થાત–મુખ પદ્મ-કમળ જેવું પ્રફુલ્લિત હસતું હોય છે ને વાણી ચંદન જેવી શીતળ હોય છે, પણ હદય કાતર જેવું હોય છે, તે ત્રણ ધૂર્તનાં લક્ષણ છે. (75), અને મેં તને કયારે છેતરી? માળણે તરત જ જવાબ આપ્યોઃ હે ધૂત ! તારી જાણવાની ઈચ્છા છે તે સાંભળ. મેં થોડા વખત ઉપર તારી પિટલી છેડી તેમાંથી ગીને લાયક વસ્તુઓ જેવાથી મને તારું સ્વરૂપ સમજાયું. લુચ્ચાઓ આવા જ હોય છે. તું. તારા રહેઠાણ માટે બીજું સ્થળ શોધી લે. હવે પછી તું મારે ઘેર આવીશ નહિ. " . માળણનાં આ વચન સાંભળી મિત કરીને કુમાર બ: અરે માળણ, તું ખરે ભેળી જ છે. કેાઈ દુર્જનના કહેવાથી તું ભરમાઈ છે. તેથી જ, कल्पवृक्षं करीरोयं / ज्ञात्वेति मां विमुंचसि // राजहंसे स काकोऽयं / कुबुद्धिः कथमीदृशी // 76 // અર્થાત–મને કલ્પવૃક્ષને કેરડો જાણીને તું છોડી દે છે. આવી રીતે રાજહંસને કાગડે કહેવાની તારી કુબુદ્ધિ શાથી થઈ? (76). ખેર, મારે તે રહેવાનાં અનેક સ્થળે છે. કહ્યું છે કે, अयं निजः परो वेत्ति / गणना लघुचेतसां // उदारचरितानां तु / वसुधैव कुटुंबकं // 77 // ' અર્થાત–આ મારે ને આ પારકે એવી ગણતરી તે શુદ્ર મનવાળાઓની જ હોય છે. વિશાળ દષ્ટિવાળાને P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust