________________ - 39 મને કહે કે તારે મારા ઉપર અત્યાર સુધી અથાગ સ્નેહ હતે તે ક્યાં ગયો? કહ્યું છે કે, पतंगरंगवत्पीतिः / पामराणां क्षणं भवेत् // चोलमंजिष्ठवद्येषां / धन्यास्ते जगतीतले // 73 // અર્થાત–પામર મનુષ્યને પ્રેમ પતંગના રંગ જે ક્ષણજીવી હોય છે. જગતમાં કપડું ને મજીઠના જેવી જેની પ્રીતિ (રંગ) હોય છે તેઓને પૃથ્વી ઉપર ધન્ય છે. (73). સ્ત્રીઓની સાથે જે સ્નેહ કરે છે તેઓ ભૂખ હોય છે. કુમારનાં આવાં વચન સાંભળી માળણે જવાબ આપેઃ અરે, ભેળપણથી અત્યારસુધી મેં તારી લુચ્ચાઈ ન જાણી. તારા જેવા ધૂત પુરુષ સાથે જે નેહ કરે છે તેઓ મૂર્ખાઓ છે. કારણ કે, अभ्रच्छाया तृणादग्निः। खले प्रीतिः स्थले जलं // वेश्यारागः कुमित्रं च / षडेते क्षुधितोपमाः // 7 // છે. અર્થાત–વાદળાંની છાયા, તણખલાથી ઉત્પન્ન થયેલ અગ્નિ, લુચ્ચાઓમાં પ્રીતિ, રસ્તા ઉપરનું પાણી, વેશ્યાને પ્રેમ અને કુમિત્ર એ છએ વસ્તુ ભૂખ્યા માણસના જેવી છે. (ભૂખ્યાને જેમ ભરોસો ન હોય તેમ આ છએને ભરોસે ન હોય). (74) આ સાંભળીને કુમાર બેઃ હે માળણ, હું ધૂત છું એમ તે શા ઉપરથી જાણ્યું? मुखं पद्मदलाकार / वाचश्चंदनशीतला: // हृदयं कर्तरीतुल्यं / त्रिविधं धूर्तलक्षणं / / 75 // P.P. Ac. Gunratshaus Luna Saradhak Trust