________________ અર્થા–આવે, પધારે, આ આસન ઉપર બેસે આપના દર્શનથી હું ખુશી થયો છું; નગરના શા સમાચાર છે; દૂબળા કેમ દેખાઓ છે ? આપનાં દર્શન કેમ લાંબા, સમયે થયાં ? આમ ઘેર આવેલા પ્રેમાળી મહેમાનને આદરથી જે પ્રશ્નો કરે છે તેને ઘેર નિઃશંક રીતે જવું. (70). પરદેશમાં ગયા હોય તેય પુણ્યશાળી માણસોનું સર્વ જગ્યાએ બહુમાન થાય છે. કુમારે ઘરમાં પ્રવેશ કરી એક ખૂણામાં ગોદડી આદિ વસ્તુઓની પોટલી બાંધી મૂકીને. થોડો આરામ લીધો. પછી શહેરમાં તે ફરવાને માટે નીકળ્યો. નગરમાં તેણે. રાજાને મહેલ, દેવમંદિર, હાટેની હાર, ચૌટું, રાજમહેલ તરફ જવાનો રસ્તો, મઠે, લેખશાળા આદિ જોયાં. દરરોજ આવી રીતે નગરમાં ફરીને તે પિતાને સમય વ્યતીત કરતે, ને હર્ષ પામતો. આવી રીતે એક વખત. તે જ્યારે બહાર ગયો હતો ત્યારે માળણ કુમારની પિટલી છેડીને અંદર ગદડી વગેરે ભેગીઓને ચગ્ય વસ્તુઓ. જેવાથી ખિન્ન થઈ વિચારવા લાગીઃ અરે, આ કઈ લુચ્ચે યેગી જણાય છે. તે સંસારીના વેશમાં મારે ઘેર રહે છે, ને મને ભોળવવાને જ તેણે મને સોનામહોર દીધી હશે. આવી રીતે મને ફરીથી છેતરી મારા બાળકનું હરણ, કરી જશે તો હું શું કરીશ? કપટી લેકેને કદિ વિશ્વાસ કરવો જોઈએ નહિ. કહ્યું છે કે, त्रिदशा अपि वंच्यते / दांभिकः किं पुनर्नराः // देवी यक्षश्च वणिजा | लीलया वंचितावहो // 71 // P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust