________________ 35 આવીને તેને બહાર રાખી તેનું ચોગ્ય સન્માન કરવાનું પિતાના પતિને કહેવા માળણ અંદર ગઈ. માળીએ તરત જ લાકડી લઈ દેડીને કહ્યું હે દુષ્ટ સ્ત્રી ! તું જે તે માણસને - ઘરની અંદર કેમ લાવે છે? માળણે કહ્યું: હે સ્વામી, તમે કેપ ન કરે. આવા પુરુષ તો ભાગ્યવશાત્ મળે છે. પુરુષ પુરુષની વચ્ચે અંતર હોય છે. કહ્યું છે કે, वाजिवाहनलोहानां / काष्टपाषाणवाससां // नारीपुरुषतोयाना-मंतरं महदंतरं // 6 // અર્થાત–ઘોડા-ઘડામાં અંતર હોય છે, તેમ વાહનવાહનમાં, લોઢા–લોઢામાં, લાકડા-લાકડામાં, પત્થર–પત્થરમાં, કાપડ-કાપડમાં, સ્ત્રી–સ્ત્રીમાં, પુરુષ-પુરુષમાં અને પાણી– પાણીમાં પણ અંતર હોય છે. (69). આ પુરુષના પ્રભાવથી આપણી વાડી પલ્લવિત થઈ છે. આમ કહીને કુમારે આપેલી સોનામહોર તેને બતાવી. મહેર જઈને ધનલોભી માળી બેઃ હે પ્રિયા ! તે મહેમાનની આગતાસ્વાગતા માટે તે ઘરમાં બધી ચગ્ય વ્યવસ્થા કર. આટલું બોલીને તે બહાર ગયા ને બહુ આદરપૂર્વક કુમારને અંદર લાવ્યા, અને તેના કુશળ સમાચાર પૂછી ખૂબ જ સત્કાર કર્યો. કહ્યું છે કે, एह्यागच्छ समाविशासनमिदं प्रीतोऽस्मि ते दर्शनात् // का वार्ता पुरि दुर्वलोऽसि च कथं कस्माच्चिराद् दृश्यसे / इत्येवं गृहमागतं प्रणयिनं ये प्रश्नयंत्यादरातेषां युक्तमशंकितेन मनसा गंतुं गृहे सर्वदा // 70 // P.P.A. Gunratchas Ciuhl Saradhak Trust