________________ પ્રકાશકનું નિવેદન પુણ્યને પ્રભાવ દર્શાવનારી “રૂપસેન ચરિત્ર” નામની મૂળ કથા સંસ્કૃત ભાષામાં છે. સદાનંદી મુનિરાજ શ્રી છોટાલાલજી મહારાજ સવારમાં વ્યાખ્યાનના અંત ભાગમાં એ કથાનો થોડો થોડે અધિકાર યથાવકાશે જ્યારે શ્રોતાએને સંભળાવતા ત્યારે તેમને તેમાંથી રસ અને બોધ મળતા. એ કથા ગુજરાતીમાં હોય તો સારું એવી ઘણા શ્રોતાઓ ઈચ્છા દર્શાવતા અને કેટલાક તો પુસ્તકાલય ઉપર પત્ર લખીને એ પુસ્તક વી. પી. થી મોકલી આપવાની માંગણી પણ કરતા. . . . . 2003 માં શ્રી સદાનંદજી મહારાજ, વિનયમૂતિ શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી માધવસિંહજી અમદાવાદમાં ચાતુર્માસ હતા ત્યારે એક વાર ભાઈ બકુલચંદ્ર શાહ અમદાવાદ દર્શનાર્થે ગએલા અને સદાનંદીજીએ તેમને મૂળ સંસ્કૃત કથા બતાવી. તેમણે ઉત્સાહપૂર્વક તેને અનુવાદ કરવાનું સ્વીકાર્યું. મૂળ પુસ્તક શ્રી. જિનસૂરિનું રચેલું છે તેને અનુવાદ કરતાં શ્રી. બકુલચંદ્ર સુધારે વધારે કરી, કેટલીક અશુદ્ધિઓ ટાળી, પરિશિષ્ટ, નેધ ઈત્યાદિ ઉમેરી કથાને સરળ અને સુવાચ બનાવી છે. તેમાંના સુભાષિત સમા મૂળ કો અર્થ સાથે ઉતાર્યા ને તે વાચકને રસદાયક બને તેવા છે. ભાઈ બકુલચંદ્ર ગ્રંથલેખનને આ પહેલો જ પ્રયાસ હેવા છતાં તે ઠીક સફળ થયો છે. શાસ્ત્રી કેશવરામ કાશીરામે P.P. Ac. Gunratlasugum. Saradhak Trust