________________ जइ चलइ मंदरगिरि / अहवा चलंति सायरा सव्वे // धुवचकं न य चलइ / न चलइ पुवकयं कम्मं // 28 // " અર્થાત–મંદરાચલ પર્વત ચલિત થાય છે અથવા બધા સાગરે પણ ચલિત થાય છે, ધ્રુવતારાનું મંડળ ચલિત થતું નથી કે પૂર્વે કરેલું કમ ટળતું નથી. (28) * ' રાજાએ ભારે દબાદબાપૂર્વક રૂપરાજ કુમારને તે કન્યા સાથે લગ્નસમારંભ ઊજવ્યું અને ધારાનગરીના મંત્રી તથા અન્ય માણસોને જુદી જુદી ભેટ આપી વિદાય કર્યા. ' રાજગૃહના નગરવાસીઓ આ બનાવ પછી કહેવા લાગ્યાઃ રાજાને રૂપરાજ કુમાર વધારે વહાલો જણાય છે. કદાચ તે વધુ ગુણવાન પણ હોય. પરંતુ પિતાને તો બધા પુત્રો સરખા પ્રિય હોવા જોઈએ. અરે, રૂપસેન કુમારમાં કાંઈ અવગુણ હશે કે જેથી તેનાં લગ્ન ન કર્યો. કહ્યું છે કે, एक आंबा ने आकडा। विहं सरिखां फल होय // पण आकड अवगुणभर्यो / हाथ न झाले कोय // 29 // ) અર્થાત્—આંબાને ને આકડાને સરખાં ફળ થાય છે; પણ આકડામાં અવગુણ હોવાથી તેને કોઈ હાથમાં ' આવી લોકોક્તિ સાંભળવાથી રૂપસેન કુમાર ખિન્ન થયે અને તેણે પોતાના મિત્ર આગળ એક દિવસ ઊભરે કાઢયોઃ પિતાએ મારા હિતને માટે જ તે કન્યા સાથે મને પરણું નહિ, પણ લકે નિંદા કરે છે તેથી મારું મન બહુ દુભાય છે. તેથી લોકોને શિક્ષા કરવા ઈચ્છું છું. P.P. Ac. Gunratgasugum. Saradhak Trust