________________ અર્થાત–વચમાં ભલે બાલક હોય પણ તે ગુણથી જ ઉત્તમતા પામે છે; પીઢ ઉમરને કારણે કાંઈ ઉત્તમતા પરમાતી નથી. બીજને ચંદ્ર જેટલો વંદનીય છે તેટલો પૂર્ણિમાને ચંદ્ર નથી. (25). આથી આ રૂપગુણસંપન્ન કન્યાને પતિની પસંદગી માટે ત્યાં મેલાય તે સારું. : રાજાને મંત્રીની સલાહ સુચવાથી વિવાહની સર્વ સામગ્રી લઈને શમ, સાહસ, રૂપ, દયા, દાક્ષિણ્ય, ગંભીરતા ઈત્યાદિ ગુણોવાળા રૂપસેન કુમારની સાથે પાણિગ્રહણ કરવાના હેતુથી મંત્રી ને પરિવાર સાથે તે કન્યાને રાજગૃહ મોકલી. જ્યારે તે રાજગૃહની નજીકના વનમાં આવી પહોંચી ત્યારે નગરમાં આ વાતની જાણ પ્રાતઃકાળે મંત્રીએ રાજાની સભામાં જઈ ગ્ય નજરાણું મૂકી કન્યાના ગુણ ઈત્યાદિનું વર્ણન કર્યું. આથી હર્ષ પામીને રાજાએ બહુ માનપૂર્વક તેમને ઉતારા વગેરેની સગવડ કરાવી આપી. પછી લગ્નનું શુભ મુહૂત જેવાને માટે જોષીઓને બોલાવ્યા. તેઓ રાજાની સ્તુતિ કરીઃ न्यायो धर्मों दर्शनानि / तीर्थानि सुखसंपदः // यस्याधारात्पवर्तन्ते / स जीयात्पृथिवीपतिः // 26 // ' અર્થા–જેના આધારે ન્યાય, ધર્મશાસ્ત્રો, તીર્થો, અને સુખસંપત્તિ રક્ષાય છે, તે પૃથ્વીપતિ ચિરંજીવી થાઓ. (26). આમ આશીર્વાદ દઈને તેઓ યોગ્ય સ્થાને એઠા. પછી રાજાની આજ્ઞા થવાથી વરકન્યાની ગ્રહશુદ્ધિ P.P. Ac. Gunratdasugum. Saradhak Trust