________________ ગળે બાંધેલી ઘંટડીઓથી કાંઈ વેચાતી નથી. (22) " કુમારે યુવાન થતાં રાજાએ તેમના લગ્ન માટે કુળ ગુણ વગેરેમાં તેમને એગ્ય કન્યાઓ શોધવા માંડી. માળવામાં ધારાનગરીમાં પ્રતાપસિંહ નામને રાજા રાજ્ય કરતો હતો, તેને બહુ પુત્ર હતા, પણ એક જ પુત્રી હતી. તે કન્યા સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ હતી. તે યુવતી થતાં તેના પિતા પણ તેને ચોગ્ય વરની શોધ કરતા હતા. કહ્યું છે કે, : विभूतिविनयश्चापि / विद्या वित्तं वपुर्वयः // विज्ञानं यस्य सप्तते / ववा योग्यो वरः स हि // 23 // ' અર્થાત્-જેનામાં પ્રતિભા, વિનય, વિદ્યા, ધન, સુદઢ ... શરીર, યોગ્ય વય, ને વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન, એ સાતવાનાં હો તે જ વર વરવાયોગ્ય છે. (23). વળી, सुकुले योजयेत्कन्यां। विद्यां पात्रे नियोजयेत् // व्यसने योजयेत् शत्रु-मिष्टं धर्मे नियोजयेत् // 24 // અર્થા–સારું કુળ જોઈને કન્યા આપવી જોઈએ, પાત્ર જોઈને વિદ્યા આપવી જોઈએ, શત્રુને વ્યસનનો રસ લગાડ. જોઈએ, અને પ્રિયજનોને ધર્મના રાગી બનાવવા જોઈએ. (24) એક વખત આ બાબતમાં રાજાએ તેના મંત્રીને પૂછતાં તેણે જવાબ આપેઃ હે મહારાજ, મન્મથ રાજાના બે પુત્રો હાથી જેવા બાહુબળવાળા, બાળક છતાં પણ બહુ ગુણવાન છે. કહ્યું છે કે, गुणैरुत्तमतां याति / बालो न वयसा पुनः॥ द्वितीयायां शशी वंद्यः। पूर्णिमायां तथा न हि // 25 // P.P.AC. Gunratchals Giul Saradhak Trust