________________ મારા કોઈ જાતના અન્યાય-અપરાધ વગર વાળથી પકડી રાખે છે? રાજા તે બધાને રક્ષણકર્તા છે. કહ્યું છે કે दुर्बलानामनाथानां / बालद्धतपस्विनां // परैस्तु परिभूतानां / सर्वेषां पार्थिवो गतिः॥३॥ ' અર્થાત–અશક્ત, અનાથ, બાળક, વૃદ્ધ, તપસ્વી, ને શત્રુઓથી હાર પામેલા એ સહુનો આધાર રાજા જ છે. (3) વળી– , पंचमो लोकपालोऽसि। कृपालुः पृथिवीपते // पराभवसि चेवं मा-मन्यायः कस्य कथ्यते // 4 // ' અર્થા—હે કૃપાળુ પૃથિવીપતિ, તું પાંચમે લોકપાળ છે. જો તું મને આમ વગર અપરાધે ત્રાસ આપે છે તે પછી અન્યાય કોને કહીશું? તેથી હે રાજા, મને છેડી દે. (4) મસ્તકનાં આવાં વચન સાંભળીને રાજા હર્ષ પામ્યો ને તેણે તેને છોડી દીધું. તક્ષણ તે દેવી સત્વ હાથી રૂ૫ થયું. રાજાની જિજ્ઞાસાવૃત્તિ આથી ઉશ્કેરાઈ અને તેણે નૌકા છેડી હાથી ઉપર પિતાનું આસન લીધું. હાથી તે હવે રાજાને લઈને આકાશમાં ઊડવા લાગ્યું. રાજા પણ આમ ઊડતાં ઊડતાં દુનિયા ઉપરનાં વિવિધ કૌતુક જેવા લાગે. આગળ ચાલતાં એક વન આવ્યું ત્યાં હાથી નીચે ઊતર્યો અને રાજાને પિતાની સુંઢથી નીચે મૂકી અદશ્ય થઈ ગયે. આ બધું શું થઈ ગયું એમ રાજા વિચારતો ચારે તરફ જેવા મંડયો. ત્યાંથી વનમાં થોડે દૂર તેણે જૈન ગુરુઓને જોયા. તેમને જેવાથી હર્ષ પામીને રાજા તેમનાં P.P. Ac. Gunratrlasugun. Saradhak Trust