________________ (પર) પતિગૃહે જતી એવી તું વડીલોને વિનય કરજે, તેઓ જમી રહ્યા પછી ભેજન કરજે, પતિનિદ્રા લે ત્યાર પછી નિદ્રા લેજે; તું સ્વસુર ગૃહમાં મુખ ઢાંકીને રહેજે, નેત્ર. નીચાં રાખજે અને કોયલની જેમ મધુર બેલજે; નણંદ વિગેરેને પ્રણામ કરજે, દેવોની મહત્વતા જાળવજે અને સર્વ પરિવાર વિશે ઉચિત સાચવનારી થજે. * માતાની આ પ્રમાણેની શિક્ષા ગ્રહણ કરી નમન કરીને તે પતિ સાથે ચાલી. તેને પિતા કેટલાક પ્રયાણ સુધી વળાવવા ગયો; પછી રનશેખરે બહુ માનથી તેમને પાછા વળવાને આગ્રહ કર્યો એટલે નમન કરતી પુત્રી પ્રત્યે તેણે આ પ્રમાણે કહ્યું–“હે પુત્રીનું પિતાના આત્માને સતિષ આપનારી, ક્ષમા રૂપ ધનવાની અને મનમાં સંતોષ રાખનારી ધજે, તેમજ તારા પતિને સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ માની તેની સેવા કરજે, કારણ કે હવે અમે કઈ તારા નથી. >> આ પ્રમાણે બોલતા અને આંખમાંથી અશ્ર વરસાવતા તેણે પુત્રીને વળાવી અને તે પાછો ફર્યો. . રશેખર પણ તે દિપને છેડે આવ્યું એટલે યક્ષની મદદથી સમુદ્ર ઉપર થઇને સર્વ પરિવાર સહિત પિતાને નગરે પહો . મેટી ઋદ્ધિવડે પિતાના નગરમાં પ્રવેશ કરી અનવતીને પટરાણી કરી અને ન્યાયથી રાજ્યતંત્ર ર લાવવા લાગ્યા, મંત્રી પણ યક્ષની પુત્રી પરણીને સુખે રહેવા લાગ્યું રાજા રાણી પૂર્વ ભવના સ્મરણને લીધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust