________________ (12) ચરવું તે શ્રેષ્ઠ છે, પણ જો તેમ ન બની શકે તો પર્વતિથિને દિવસે તે અવશ્ય આચરવું; કારણ કે પવૈદિવસે કરેલું અપ ધર્મકૃત્ય પણ અધિક ફળ આપે છે. શ્રી સિદ્ધાંતમાં પણ કહ્યું છે -" ભગવંત ! ભવ્ય જીવોએ બીજ પ્રમુખ પર્વને વિષે કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ છે? ભગવંત કહે છે કે પ્રાયે પવેલિથિવિશે જીવ પરભવનું આયુષ બાંધે છે તેથી રાધુએ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાએ અથવા અન્ય કોઈ પણ પ્રાણીએ પવૈદિવસમાં તપ વિગેરે ધર્મનુષ્ઠાન શુભ પરિણામ વડે કરવાં કે જેથી શુભ આયુ:કર્મ બંધાય.” આ પ્રમાણે શ્રી નિરયાવળી શ્રુતસ્કંધમાં ક વળી કહ્યું છે કે “બીજને દિવસે બે પ્રકારનાં ધર્મ ( સુનિધર્મ ને શ્રાવકધર્મ ) આરાધો, પંચમીએ પાંચ પ્રકારના પાનનું (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન ) આરાધન કરવું, અષ્ટમીને દિવસે આઠ પ્રકારના કર્મ (ાનાવરણીય ઇત્યાદિ ને જેવા પ્રયન ક વા, એકાદશીએ અગીઆર અંગનું આરાધન કરવું અને ચતુર્દશીને દિવસે ચાર પર્વનું આરાધન કરવું ? - આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે –“જિને મતને વિષે તપ વિગેરે અનુષ્ઠાન માટે સર્વકાળ ઉરિત કહે છે, તેમાં પણ અષ્ટમી, ચતુર્દશીને દિવસે અવશ્ય પિષધ દ્રત ૨વું એમ કહ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.