________________ ગળ થાઓ, સર્વ સાધુનું મંગળ થાઓ અને જિનેત્રના ધર્મનું મંગળ થાઓ. વળી અરિહંત ભગવાન તમારા મા સ્તકનું રક્ષણ કરે, સિદ્ધ ભગવાન્ તમારા વદનનું રળ કરે, આચાર્ય મહારાજ તમારા દેદયનું રક્ષણ કરે, ઉ. પાધ્યાય તમારા કરયુગલનું રક્ષણ કરો અને મુનિઓ તમારા પદકમળનું રક્ષણ કરે. એ સર્વના પ્રભાવથી નિર્વિને કાર્યની સિદ્ધિ થજો, માર્ગમાં ક્ષેમકુશળતા વર્તજે અને પાછા શીધ્ર દર્શન દેજો. આ પ્રમાણેની આશિપુ ગ્રહણ કરી મંત્રી ત્યાંથી ચાલ્યો. પવી ઉપર ફરતાં ફરતાં એક વનને વિષે કે રત્નમય ભુવનમાં એક કન્યા મતિસાગરે જઈ. તેને જોતાં જ તેના મનમાં વિચાર આવ્યું કે આ કોઈ દેવી, કિન્નરી કે ખેચરી જણાય છે કે જે કોઈ કારણથી મહચરી થયેલી. છે, તે શિવાય બીજી રીતે આવી કન્યા હોવાનું ધટતું નથી. કહ્યું છે કે રાહુની અને ગરૂડની ભીતિથી શું ચંદ્રમાએ અને શેષનાગે આ મૃગનેત્રાના વદનમાં અને વેણુમાં આશ્રય કર્યો છે? આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ તેને પૂછયું હું કન્યા, તું કોણ છે ? ?, કન્યા- હું આ મંદીરના સ્વામી યક્ષની પુત્રી છું, મંત્રી–તે કયાં છે ? કન્યા-પાકાલ ગૃહમાં તે રહે છે,' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust