________________ દશના II 68 .. પ્રાણિઓ શું તારે સ્વાધીન ન હતાં? મેં તારો શો અપરાધ કર્યો હતો કે, નિષ્કારણ મારા જેવી નિરપરાધી અબળાને આવા ભયંકર કષ્ટમાં નાખી? પાંખ વિનાનાં મારા નિરાધાર બાળકે ભૂખ્યા અને તરસ્યાં કેવી રીતે જીવી શકશે? આ પ્રમાણે નાના પ્રકારના વિલાપ અને આકંદ કરતાં તે સમળી એક અહોરાત્રિપર્યત ત્યાં પડી રહી. એ અવસરે જાણે સુખને સમાગમ જ આવતું હોય નહિ તેમ બે મુનિઓ ત્યાં આવી ચડયા. તે સમળીની આ સ્થિતિ દેખી સર્વ જીવોને અભય આપનાર તે મહામુનિઓએ પિતાને હાથ ઊંચા કરી જણાવ્યું. ભદ્રે ! તને અભય થાઓ, અભય થાઓ, અમે તારી પાસે આવ્યા છીએ. તું બિલકુલ ભય નહિં પામતાં આ અવસરે અનેક જન્મમાં દુ:ખ આપનાર મોહ અને ક્રોધને ત્યાગ કર અને એકાગ્ર ચિત્તવાળી થઈ, ડાં પણ પરમ હિતકારી અમારા વચને તું શ્રવણ કર (સાંભળ) આ પ્રમાણે બોલતાં તેમાંથી એક મુનિએ નીચા વળી, સમળીના કાન પાસે મુખ રાખી ઘણી લાગણીપૂર્વક દઢ સંકલ્પથી જણાવ્યું કે જગતને વિષે ઉત્તમ અને મહાનું મંગલ પરમકૃપાળુ અરિહંત દેવનું તને શરણ થાઓ, કર્મકલંકથી રહિત, અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યવાન લોકના અગ્રભાગ ઉપર રહેલા અનંત સિદ્ધોનું તને શરણ થાઓ. પાંચ મહાવ્રતાને પાળનાર. પાંચ વિષને જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુઓનું તને શરણ થાઓ. A પાંચ આસ્રવ વિનાને, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલો અને સાક્ષાત કેવલ I 68