________________ સુદના દયાળુ મદદગાર પણ ન હતો. આ કારણથી તે દુ:ખી સમળી આમિષ (માંસ) માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા સ્વેચ્છના પાડા તરફ ઊડીને ગઈ. ઘણાં હાડકાં, ચામડાં, વસા, રૂધિર અને માંસાદિકથી તે વાડો દુર્ગધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગીધપક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યા હતા, તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને માંસથી ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઉડી આકાશમાં હજી થોડે દૂર ગઈ હતી તેટલામાં તે વાડાના માલિક ઑઍ, કાનપર્યત ખેંચો તીક્ષ્ણ બાણુ તે સમળી તરફ ફેંકયું અને તરત જ તે દુ:ખિયારી સમળીના હૃદયમાં વાગ્યું. પિતાજી! બાણથી વિંધાયેલી અને વેદનાથી વિધરિત થયેલી તે સમળી ઘણી મહેનત ઊડતાં પડતાં તે ઉદ્યાનના નજીક ભાગમાં આવી પહોંચો, પણ વડવૃક્ષ ઉપર ન પહોંચતાં તત્કાળ જમીન પર નીચે પડી ગઈ. '' અસહ્ય વેદના થવા છતાં પણ બચ્ચાંઓ ઉપરના સ્નેહને લીધે પોતાની ભાષામાં કશું સ્વરે તે વિલાપ કરવા લાગી. તેના ઇષ્ટ મનેરો નિષ્ફળ થયા. તે ચિંતવવા લાગી. અરે નિર્દય વિધિ ! મારા સિવાય તારું ઇષ્ટ કાર્ય શું સિદ્ધ થઈ શકે તેમ ન હતું? મારાં જેવાં પામર Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.