________________ સુદર્શન || 45 ઇચ્છાને અંત નથી. સંતોષ સમાન સુખ નથી. સુખી કે દુઃખી, ગરીબ કે તવંગર કઈ વીરપુરુષ કે સ્ત્રી એવી દુનિયામાં ભાગ્યે જ હશે કે તેને કઈ જાતની ઇચ્છા નહિ હોય. એક દિવસે રાણી ચંદ્રલેખા શૂન્ય મનવાળી થઈ પોતાના વાસગૃહમાં બેઠી હતી. સુંદરી નજીકના ઓરડામાંથી ત્યાં આવી. રાણીને ઉદાસીન સ્થિતિમાં જોઈ તેણીએ જણાવ્યું.. બહેન! આજે તમને શું ચિંતા છે? તમારા પતિએ સ્નેહના છળથી શું તમારું અપમાન કર્યું છે? અથવા શું કઈ સ્નેહી મનુષ્ય તમારી આજ્ઞા ખંડિત કરી છે? સંદરીની શંકાનું સમાધાન કરતાં ચંદ્રલેખાએ જણાવ્યું. બહેન ! મારા દુ:ખનું કારણ તે માંહીલું કાંઈ નથી. પણ આજે મને મારી ઈચ્છાને લઈને જ કાંઈ નવીન ચિતા ઉત્પન્ન થઈ છે કે, મારે સાત પુત્રો છતાં પુત્રી એક પણ નહિં! પુણ્યના નિયોગથી કોઈ પણ પ્રાગે જે એક પુત્રી થાય તો તે જ દિવસથી મારે વિષયસુખ પૂર્ણ થયું એમ હું માનું. અર્થાત્ જે એક પુત્રી થાય તો પછી સંસારસુખની મને કાંઈ પણ ઈચ્છી બાકી રહી નથી. સંદરી ! મંત્ર, તંત્ર, ઔષધાદિ કોઈ પણ ઉપાય કર તે પ્રયોગથી જે મને એક પુત્રી થાય તો મારા મરથ પૂર્ણ થાય. સુંદરીએ ઉત્તર આપ્યો. બહેન ! તારી માફક મારી માતાને પુત્રની ઈચ્છા થઈ હતી. તે ઈચ્છા પૂર્ણ કરવા માટે અનેક દેવતાઓનું તેણે ઘણીવાર આરાધન PP Ac. Gunnatnasuri MS Jun Gun Aaradhak Trust