________________ સુદર્શના II 40IL સાશંક હૃદયે શ્રેષ્ઠીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે સ્વામિની ! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કઈ રાજકુમારી છે અને કેઈ વિદ્યાધરે તેણીનું કોઈ સ્થળેથી હરણ કરી તે પર્વત ઉપર લાવી મૂકી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારો પુત્ર તેને અહીં લાવ્યા છે. પોતાના વિનયાદિ ગુણથી જ ગૌરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કાંઈ અંતર નથી, અર્થાત મારી પુત્રી પ્રમાણે આ મને વહાલી છે, તો જ્યાં સુધી તેને આપની પાસે રહેવું હોય ત્યાં સુધી તેને તમે ખુશીથી રાખજો. આપ પણ તેણીનું સારી રીતે ગૌરવ કરજો. (ધ્રુજતે શરીરે શ્રેષ્ઠીએ, રાણીને સુંદરીને ઈતિહાસ સંભળાવ્યો.) શ્રેષ્ઠીનાં આવા સરલ અને સત્ય જેવાં વચન સાંભળી દેવી ચંદ્રલેખાએ જણાવ્યું. શ્રેઠીનું ! ભલે તે તમારી પુત્રી તરીકે હૈ, હું તેને મારી બહેન કરીને મારી પાસે રાખું છું. તમે તેની ચિંતાથી નિશ્ચિત રહેશે. આ પ્રમાણે કહી શેઠને ખુશી કરી સન્માનપૂર્વક વિસર્જન કર્યો. પ્રસંગોપાત નાના પ્રકારના વાર્તાવિદથી ચંદ્રલેખાએ સુંદરીની ઉદાસીનતામાં ઘટાડો કર્યો. ને સુ દરીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા. તેઓનો શરીર ને કે જુદો હતો છતાં પરસ્પરની પ્રીતિથી જાણે એક જ મન હોય તેમ બીજાને ભાન થતું હતું. | 4 || Jun Gun Aaradhak True