________________ સુદર્શન I568 | ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં–જનાવરોનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવા વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. 2. દાક્ષિણ્યતા ન પહોંચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડા, બળદોને દમન કરે, અમુક વૃક્ષાદિ કાપી નાંખે. અમુકને ફાંસી આપ વિગેરે પાપને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થ દંડ. 3. સગાં, વહાલા કટુંબીઓ કે પાડોશીઓ જ્યાં પિતાને દાક્ષિણ્યતા પહોંચે છે. જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના સ્થાનને મૂકી, શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મૂશળ, વિગેરે જેનાથી જીવોની હિંસા થવાનો સંભવ તેવાં ઉપકરણે માગ્યાં આપવાં તે હિસ્ત્ર પ્રદાન અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થને વ્યવહાર ચાલો. મુશ્કેલીવાળા થઈ પડે છે, માટે દાક્ષિણ્યતા વિના એમ કહેવામાં આવ્યું છે.) 4 આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. 8. સામાયિક–જેમાં સમભાવન–આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાયિક કહે છે. સાવધસપાપ મન, વચન, કાયાના વ્યાપારને-ક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે યોગને નિર્વધ આત્મચિંતન આદિ ધર્મધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તવ્ય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે. ઘડી પર્યત સામાયિકમાં નિરંતર વખત લેવો જોઈએ. 9. PAC Gunrainasuri M.S. / 568 Jun Gun Aaradhak