________________ સુદર્શના હોવાથી આ પાંચને અસત્ય ગણવામાં આવ્યાં છે, તેથી બીજાં પણ અસત્ય બનતાં સુધી ન બોલવાં. પૂર્વની માફક કિવિધે આ વ્રતનું યાવત છવપર્યત યા ઈચ્છાનુસાર પાલન કરવું. 2. ધૂળ અદત્તાદાનવિરમણ–રશૂળ એટલે મોટી મોટી વસ્તુઓ અર્થાત લોકો જેને વ્યવહારમાં ચિરીરૂપ ગણે છે તે સજીવ કે નિર્જીવ વસ્તુ તે વસ્તુના માલિકે આપ્યા સિવાય લેવી નહીં. આમાં ખાતર પાડવું, તાળું તોડવું, ગાંઠ કાપવી, વાટ લૂંટવી વિગેરેનો સમાવેશ થાય છે. 3. સ્થૂળ મિથુનવિરમણ-પુરુષોએ પરસ્ત્રીને ત્યાગ કરવો અને સ્ત્રીઓએ પરપુરુષનો ત્યાગ કરવો. રવદારા કે સ્વપતિમાં સંતોષ રાખવો. તિથિ આદિ પર્વદિવસે સ્વસ્ત્રીને પણ સંતોષ કરો તે પૂર્વની માફક ત્રિવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનું ચોથું વ્રત છે. 4. સ્થૂળ પરિગ્રહવિરમણ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (ગૃહ, જમીન આદિ) સોનું, રૂપું, ઘરની સામાન્ય પરચુરણ મિલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઈચ્છાનુસાર પરિમાણ રાખવું. તે ઇચ્છા પ્રમાણુથી પુન્યસંયોગે અધિક પ્રાપ્તિ થાય તે સન્માર્ગે તેને સવ્યય કરે તે પાંચમું વ્રત. 5. દિવિરમણ.—ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ–એમ છ દિશાઓમાં કે દશે દિશાઓમાં સંસારવ્યાપારાર્થે જવા આવવાને ઇચ્છાનુસાર નિયમ રાખવો, વર્ષા ઋતુમાં બને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવું વિગેરે આસ્રવના નિરોધ માટે આ દિવિરમણ P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak I566aa