SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શના I 564 આ સમ્યકત્વ મૂલ 1, દ્વાર 2, પ્રતિષ્ઠાન 3, આધાર 4, ભાજન પ, અને વિધાન 6 સમાન ગણવામાં યા કહેવામાં આવે છે. જેમ વૃક્ષનું મૂળ દઢ હોય તો તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધર્મવૃક્ષનું મૂળ આ સમ્યકત્વ દઢ હોય તો ઘણા થોડા વખતમાં મોક્ષરૂપ ફળ મેળવી શકાય છે. 1 શહેરને દ્વાર-દરવાજો હોય તો તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઈ શકે છે. તેમ ધર્મપુરી યાને નિર્વાણનગરીના કારતુલ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજો હોય તો ધર્મપુરીમાં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. 2 પાયો મજબૂત હોય તે પ્રાસાદ, મહેલ કે મંદિર ઘણો વખત ટકી રહે છે. તેમ ધર્મરૂપ મહેલને સમ્યક્ત્વરૂપ પાયો મજબૂત હોય તે ધર્મ મહેલ લાંબો વખત ટકી રહે છે. 3 પૃથ્વી સર્વ ભૂતનાં પ્રાણિઓના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણોને આધાર આ સમ્યકત્વ છે. તે હોય તે જ ચારિત્ર ટકી શકે છે. 4 વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢોળાઈ જાય શા છે, તેમ સમ્યક્ત્વરૂપ વજાના ભાજનમાં વિરતિધર્મરૂપ રસ બન્યો રહે છે. સમ્યકત્વ વિના વિરતિરસ ઢોળાઈ જાય છે. 5 e Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy