________________ સુદશના 0 ૫૪ર | નિર્દોષ વસ્ત્રાદિનો વ્યાપાર કરે છે, ત્યારે કેટલાએક ક્રરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકને વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વસ્ત્રો પહેરી ઊતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકેએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે, કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ઘણો (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાક સ્વેચ્છાનુસાર વન, ઉદ્યાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડોવાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલ્લભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પોતાના જ દુર્ગુણોથી લોકો તરફથી પગલે પગલેં અપમાન પામે છે કેટલાએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુક્ત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિગ અને અનિષ્ટ સંયોગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બન્ને ભવમાં સુખી હોય છે ત્યારે પાપાનુબંધી પાપના ઉદયથી કેટલાએકના બન્ને ભવે અથવા અનેક ભવ દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કરનારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન પરિણામવાળા નિરંતર દખિયા જ રહે છે. કેટલાએક તૃણની માફક રાજયાદિકનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ મહથી મોહિત બુદ્ધિવાળા એક ભાંગ્યા તૂટયા ભિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. કેટલાક અન્ય જીવોને પ્રતિબંધ આપી ધર્મની સન્મુખ કરે છે ત્યારે II 24 8 . Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu