________________ સુદર્શના 502 u {સ - આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યો છે તે જ છે. | ઇત્યાદિ પૂર્વોક્ત શાસ્ત્ર અને નિમિત્તોથી પિતાનું આયુષ્ય નજીકમાં જ પૂર્ણ થતું જાણી, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પોતાના પરિવારના મનુષ્યને પોતાની પાસે બોલાવી સર્વજીને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવોને દુઃખ થયું હોય, અપરાધ કર્યો હોય તે સર્વ જીવોની પાસે પોતાના અપરાધની માફી માગી ક્ષમા માગી, મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાક્ષિકા મહોચ્છવ શરૂ કરાવ્યું. મુનિઓને તથા અનાથને વિશેષ પ્રકારે દાન આપવું શરૂ કર્યું. મંદિરમાં આવી. જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આમાને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની તે આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગીહે ત્રિભવન પ્રદીપ ! સરેદ્રનતચરણ ! ભવજલધિયાનપાત્ર ! નિષ્કારણુબંધુ ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રતસ્વામી! તું જયવાન રહે, જ્યવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલ્લી વિજ્ઞપ્તિ કરું છું, જન્મ, જરા, મરણોરૂપ મહાનું કલ્લોલથી ભીષણ, આ ભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવે તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કડાકોડી સાગરોપમથી અધિક પ્રમાણ મેહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે, તે પણ તારી પ્રસન્નતાથી જ. હે નાથ જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારું દર્શન, તારું શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus // 502 |