________________ અધમી છો પણ વિચારદષ્ટિએ બધિબીજ પામે છે. સુદર્શના ! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બોધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલોકના સાધનભૂત કર્તવ્યોનો ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવ્યો છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબ પૂજન વિધિનો તને સંભળાવું છું, તેનું શ્રવણ કર. સુદર્શના r482 II પ્રકરણ 37 મું. જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ આ આઠ ગુણ સહિત જે મનુષ્ય હોય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાને અધિકાર છે. જાતિવાન. 1, કુલવાન. 2, દ્રવ્યવાન. 3, ગુરુને વિનય કરનાર. 4, સ્વજનેને માનનીય. 5, ભક્તિવાન. 6, રાગાદિ દોષોને ત્યાગ કરનાર. 7, અને ઉદારદીલ ઉદારતાવાન. 8- આ આઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવાન ન હોય તોપણુ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા યોગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજ મનુષ્યોને આદરભાવ થતો નથી. એટલે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન થવા સંભવ છે. Ac. Gunratnasuri MS. JETT48RI. Jun Gun Aaradhak