________________ સુદર્શન | 470 || તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવષ્ટભ (આધાર) ભૂત થવાય છે. તેઓ જ્ઞાન–ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીથની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપકાર કરનાર મુનિઓ છે. આર્ય ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ઘર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિને માગે તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે. ચરમ તીર્થકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવાથી જ સમકિત પ્રાપ્ત કર્યું હતું. મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવાં ઘણાં મુકેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્નાન, આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુøગ, પાસા વિગેરે દશ દષ્ટાંત દુર્લભ માનવ જિંદગી પામીને, સુત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. સુદર્શના ! નલીની પત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિત ઊડી ગયું નથી, કરીકણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિસરિતાના ચપળ પ્રવાહની માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી ઉત્તમ Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak The / 49o |