________________ સુદર્શના છે. દેખતાં છતાં પાંગલો બળી મુઓ ત્યારે આંધળો દોડવાથી મરણ પામ્યો. જાણવા પ્રમાણે વર્નાન નહિ કરનાર જ્ઞાનીઓને પણ સદૂગતિની પ્રાપ્તિ દુર્લભ છે. દાવાનળ નજીક આવ્યો છે. તેનામાં બાળવાનો ગુણ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળો માણસ દાવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાઓ) એકલા જાણપણાથી ફાયદો મેળવી શકતા નથી. તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળો માણસ આમ તેમ દોડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેખતો ન હોવાથી દાવાનળ કઈ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઈને જવું? તે ન જાણતો હોવાથી તે પણ દાવાનળથી બચી શકતો નથી. આ દષ્ટાંતે તત્ત્વાતત્ત્વને જાણવારૂપ અને આસ્રવને રોકવાના તથા કર્મને નિર્જરવાના જ્ઞાનને નહિ જાણતાં એટલે જ્ઞાન વિનાના આંધળાઓ એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારાઓ તે પણ ભવદાવાનળને પાર પામી શકતા નથી. જેમ આંધળે મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખંભા ઉપર બેસી વન દાવાનળને પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પાંગળારૂપ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહને પાર પામે છે. જ્ઞાન પ્રકાશક છે, સંયમ આવતાં કર્મને રોકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કર્મને કાઢી નાખનાર છે. આ ત્રણેના એક સાથેના વેગથી વીતરાગ દેએ મોક્ષ થવાનું કહ્યું છે. -- I456aaaa e Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak HD