________________ સુદર્શન // ૪ર૭] દરેક કાર્યમાં પૂછવા યોગ્ય બીજે પણ સંભિન્નશ્રોત નામનો પ્રધાન હતો. એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠો હતો. સન્મુખ દિવ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આગ્ન–બાજુ તેનો પરિવાર બેઠા હતા. નૃત્ય દેખવામાં રાજા લીન થઈ ગયા હતા. એ અવસરે અકસ્માત સ્વયં બુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લાગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણે કેવળ ભારભૂત છે અને આ કામવાસના, કેવળ દુ:ખનું જ કારણ છે. આ બાળમિત્ર પ્રધાન ઉપર રાજાને ઘણો સ્નેહ હતો, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદનો ભંગ કરનાર આ પ્રધાનનાં વચને સાંભળી રાજા કોપાયમાન થઈ ગયા. રાજાએ કહ્યું અને મિત્ર! આ તું શું બોલ્યો? આવાં વિતથમિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર શી પડી? તું નિરંતર પ્રિય બોલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચને તારાથી બેલાયાં છે ? આ ગીત, શ્રવણેદ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહાચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે. પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યું : મહારાજ ! હું જરા માત્ર અસત્ય બેલતો નથી અને આપને અપ્રિય પણ કહેતો નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિવેદિત કરું છું. આપ સાંભળશો. Jun Gun Aaradhak Truse II૪ર૭ | Cunanas