________________ સુદના | l426 / સ તે શહેરમાં શતબળ રાજાનો પુત્ર અતિબળ રાજા રાજય કરતો હતો. તેને મહાબળ નામને કુમાર હતા. પિતાના મરણ પછી મહાબળ રાજા રાજ્યાસન પર બેઠે. તે મહાપરાક્રમી હતો. વિદ્યાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણાં વર્ષો વહી ગયાં, તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્યો બીલકુલ પ્રશંસાપાત્ર ન હતાં ઈચ્છાનુસાર પાંચ ઇંદ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતો હતો. તે ઇદ્રિને પરાધીન હતો. ભક્ષ્યાભઢ્યને વિવેક તેને બિલકુલ ન હતો. પાંચ પ્રકારના પ્રમાદમાં તે ડૂબે હતા. પરિગ્રહ એકઠો કરવો અને વિવિધ પ્રકારના આરંભે કરવા તે ઈચ્છો તેની પ્રબળ હતી, નિરંતર તે અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હતા. સત્યાસત્યન- કવ્યાકર્તવ્યને નિર્ણય કરવો, સદાચરણ રાખવાં, પોપકાર કરે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કર તથા મનુષ્ય સુખ–દુ:ખને અનુભવ શા કારણને લઈને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી? આ વિષમ વિચિત્રતાનું કારણ શું? મનવાંછિત પ્રાપ્તિ સર્વને શા માટે થતી નથી? વિગેરેને વિચાર કરવાનું ભાન તેને બિલકુલ ન હતું. કેવળ, વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતો હતો. ટૂંકામાં ધર્મ શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી. - આ રાજાને બાલમિત્ર રવયંબુદ્ધ નામને પ્રધાન છે. તેનું અંતઃકરણ જિનેશ્વરના વચનામૃતોથી સિચાયેલું હતું. રાજાનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં I૪ર૬ Gun Gun Aaradnak