________________ મુના | 412 . I 412 ના દુ:ખ તું પામ્યો છે. આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાને અને ધર્મને અનાદર કરવાનો તેને ઘણો પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યો. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઈક શુદ્ધિ અને પાપનો પશ્ચાત્તાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનનો જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયે છે. પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે. નરસુંદર રાજા પિતાના પૂર્વ ભવ સાંભળી જાતિર મરણ પામ્યો. તરત જ કદાગ્રહ મૂકી દઈ, નાસ્તિકપણાને ત્યાગ કરી, સમ્યકત્વપૂર્વક ગૃહરણ્યધર્મ બતાવવા માટે ગુરુશ્રીને આગ્રહ કર્યો. ગુએ કહ્યું. રાજન ! દુર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગીકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મોક્ષપંથના સાધક ગુરુને ગુરુપણે માન. અને કરુણારસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મપણે ગ્રહણ કર. જીવાદિ નવ તને જાણી ભાવથી સદુહનાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલંબન, ગુરુને સદુપદેશ અને ધર્મથી થતું શુદ્ધ આચરણ આ ત્રણે આત્મગુણ પ્રગટ A Gunratnasuri M.S. Jun Gun Aaradhak