________________ દશના ti 411 એક ઠકરાર ઉગ પામી, કૂવામાં પાણી માણસા તેને ચિડાવવા ઉઠાવી ન શકવાથી તે પડી ગયા અને વાસણો ફુટી ગયાં. કુંભારે ક્રોધ કરી ગધેડાને પ્રહાર કર્યો. વિશેષ મારથી મરણ પામી, શુકર (મુંડ) પણ ઉપો . તે ભાવમાં શીકારી કુતરાયે તેને મારી નાખ્યો. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયે. નદીને કિનારો ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરસ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી ગોબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પોતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉદ્વેગ પામી, કૂવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક ઠાકોરની દાસીને પેટે પુત્રપણે ઉત્પન્ન થયો. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયે હતો. સ્વપરના દરજજાને ભૂલી જઈ પિતાના ઠાકોરને અસભ્ય વચને કહેવા લાગ્યો. ઠાકરે ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગ્યો. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમ તેમ આળોટતો અને કરતો હતો એ અવસરે એક અતિશાયિક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર સદે કહ્યું. ભદ્ર ! આ દુસહ દુ:ખથી આકંદ શા માટે કરે છે? તે પોતે જ આ દુઃખ ઉત્પન્ન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભેગવ્યા સિવાય તારો છૂટકે થવાનો નથી. યાદ કર. અજુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકરો, ગધેડે, શુકર, ઉંટ, મુંગો અને દાસીના પુત્રપણે ઉત્પન્ન થઈ આ દુઃખને અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મોહથી મૂઢ બની તે તે ગહન ભવમાં તું ભમે છે અને છેદન, ભેદન આદિ આ PP Ac. Gunratnesuri M.S Jun Gun Aaradhak Trust