________________ સુહાના દુનિયાના છો આગળ તેની કિંમત થઈ શકે તેમ નથી. માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઇંદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગ-દ્વેષ વિનાના મુનિઓ–મહાત્માઓ અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી! ખેદ નહિં કરો. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ઠાને સૂર્ય જ્યારે પૂર્ણ પ્રગટ થશે ત્યારે હું આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશો કે—તેઓ દુઃખી હતા કે અમે (હું) દુઃખી (છું) છીએ. ઇત્યાદિ વિવિધ પ્રકારે ભારત માતાને દિલાસો આપે પણ તેઓને મેહ ઓછો ને થયો. તેઓના આકંદમાં કે શેકમાં વિશેષ ફેરફાર ન થયો. અહા ! શું મેહનું જોર? તદ્દભવમેગામી છો પણ કેવાં મોહથી મુંઝાય છે? ભરત નમસ્કાર કરી પિતાને કામે લાગ્યો. આ બાજુ ઋષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંબા વખત પયત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણ ઈત્યાદિ શુભ અને શુદ્ધ ગે મહાકિલષ્ટ કર્મો ખપાવી દીધાં એક દિવસે તે મહાપ્રભુ વિનીતા નગરીના શાખાપુર વિશેષ પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ન્યધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અમને તપ કર્યો હતો. ' તે દિવસ ફાગણ વદ અગિયારસને હતો. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust e