________________ સુદર્શના | 30 || જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતળને સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરો ઉપર નીલી છાયા સિવાલ આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી [ઝાંખ] આવી ગઈ. ભરતરાજા જ્યારે મરૂદેવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શી, તેઓ તેને ઓળંભે આપી કહેતા હતા કે બેટા! તું તો દૈવિક વૈભવવાળા રાજ્યને ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તે કર. આ મારો પુત્ર ઋષભ કેટલું દુ:ખ સહન કરે છે? મારો પુત્ર છે એટલે મને તો મમતા આવે પણ તારો તો જન્મદાતા છે, એટલે પિતાના ઋણમાંથી મુક્ત થવું એ ખરેખર પ્રતિકાર છે; છતાં તું આટલો બધો નિશ્ચિત કેમ દેખાય છે? અલ્પ યાને તુચ્છ રાજ્યભવમાં તું મોહિત કેમ થઈ રહ્યો છે? વૈલોકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતે નથી ? ઈત્યાદિ પિતામહી બાપની માતા] તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું કે માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આપ શ્રવણ કરશો? માતાજીએ કહ્યું : તું શું કહેવા માગે છે તે બાલ. ભરતે કહ્યું કે મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી ઋદ્ધિ કે સુખ બીજા કઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્ન છે ( જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તે અમૂલ્ય છે કે આ લોકનું સુખ ઇચ્છનાર યાને પૌગલિક સુખની ઈચ્છા રાખનાર Jun Gun Aaradhak | 30 || PAC Gunratnasuri M.S.